તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 8th October 2025
મોરબીના જુના ખારચીયા ગ્રામ પંચાયતનું જર્જરિત બિલ્ડીંગ ગમે ત્યારે પડવાનો ભય.
ગ્રામ પંચાયતના સદસ્ય સુરપાલસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જુના ખારચીયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને ગમે ત્યારે પડી સકે તેમ હોવાથી યોગ્ય કરવા માંગ કરી છે
શ્રી ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય સુરપાલસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે જૂના ખારચિયામાં આવેલ ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ 20 વર્ષ જૂનું છે તેમજ સાવ જર્જરીત અવસ્થામાં છે જે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે તેમ છે. ગ્રામ પંચાયતની મીટીંગ હોય ત્યારે અમારે રામજી મંદિરમાં રાખવી પડે છે જેથી જુના ખારચિયા ગામમાં ગ્રામ પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવી આપવા માંગ કરી છે
તેમજ અમારી બીજી રજૂઆત એ છે કે અનુ. જાતી સમાજના સ્મશાનનો રોડ સાવ બિસ્માર હાલતમાં છે તો RCC બનાવવા ખાસ માંગણી કરીએ છીએ.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
