<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રાજકોટ-માંડવી એસટી બસમાં મહિલા પ્રવાસીની છેડતી: બસ સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જવાઈ

ચાલતી બસે અન્ય પુરુષ પ્રવાસી દ્વારા મહિલા પ્રવાસીની છેડતી કરનારને ટપાર્યો હતો તેમ છતાંએ પ્રવાસી એ પોતાની હરકતો ચાલુ રાખતા મહિલાએ બૂમાબૂમ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : રાજકોટથી માંડવી આવી રહેલ એસટી બસમાં પ્રવાસ કરતી મહિલાની છેડતીનો બનાવ બન્યો હતો. 

     ચાલતી બસે અન્ય પુરુષ પ્રવાસી દ્વારા મહિલા પ્રવાસીની છેડતી દરમ્યાન મહિલા પ્રવાસીએ છેડતી કરનારને ટપાર્યો હતો. તેમ છતાંએ પ્રવાસી એ પોતાની હરકતો ચાલુ રાખતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. 

જેને પગલે અન્ય પ્રવાસીઓએ છેડતી કરનારને ટપારી ધોલ ધપાટ કરી બસ સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જઈ પોલીસ ફરિયાદ કરી હતી. આ બનાવે જાહેર વાહનવ્યવહારમાં પ્રવાસ કરતા મહિલા પ્રવાસીઓના રક્ષણ સામે સવાલો સર્જ્યા છે.

(9:17 AM IST)