News of Wednesday, 8th October 2025
કચ્છના વાગડ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કાયદાના રક્ષકોએ કર્યું શસ્ત્ર પૂજન
ભચાઉ અને રાપર તાલુકાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આસુરી શક્તિ પર દેવી શકિત ના વિજય તરીકે વિજ્યાદશમી પ્રસંગે શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : તાજેતરમાં જ વિજ્યાદશમી પ્રસંગે કચ્છમાં વાગડ વિસ્તાર તરીકે જાણીતા ભચાઉ અને રાપર તાલુકાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં શસ્ત્ર પૂજન કરાયું હતું.
એટલે આસુરી શક્તિ પર દેવી શકિત ના વિજય તરીકે વિજ્યાદશમી પ્રસંગે શસ્ત્રોનું પુજન કરવામાં આવે છે તે અન્વયે વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકા ના પોલીસ મથકે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ એ શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું.
જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં પીઆઈ એ.એ.જાડેજા એ, સામખિયાળી પોલીસ સ્ટેશન માં પીઆઈ વી.કે .ગઢવી એ, રાપર પોલીસ મથકે પીઆઈ જે.બી.બુબડીયા એ, લાકડીયા પોલીસ મથક ખાતે પીઆઈ જે.એમ.જાડેજા એ, ખડીર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.એન.દવે એ, આડેસર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જે.એમ.વાળા એ, ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી.એ.સેગલ, બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ વી.એ.ઝા ના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
