<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ઉતેજીત દવાના ગેરકાયદે વેચાણ પ્રકરણમાં ૩૧ લાખ ફ્રિઝ કરાવતી ભાયાવદર પોલીસ

ધાક-ધમકીથી કે બળજબરીથી દવા વેચવામાં આવેલ હોય ભોગ બનનાર પોલીસનો સંપર્ક કરેઃ નામ ગુપ્‍ત રાખવામાં આવશે

રાજકોટ તા.૮: ગઇ તા.૩/૧૦ના રોજ ભાયાવદર પોલીસે ભાયાવદર ટાઉનમાં સરદાર ચોક પાસે આવેલ ઓફીસમાંથી સેકસ્‍યુઅલ પાવર વધારવાની દવાઓનું તથા વજન ઘટાડવાની તેમજ ડાયાબીટીસની દવાઓનું ગે.કા. રીતે વેચાણ કરતુ કોલ સેન્‍ટર શોધી કાઢી સદરહુ કોલ સેન્‍ટરના મુખ્‍ય આરોપી દર્શક મનસુખભાઇ માકડીયા, રહે. ભાયાવદર વાળા સહીત કુલ ૧૦ આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય અને આરોપીઓના રીમાન્‍ડ મેળવેલ છે.આ બનાવમાં રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી વિભાગના ઇ/ચા મદદનીશ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાએ ગુન્‍હાના મૂળ સુધી પહોંચવા અને બળજબરીથી કઢાવેલ રૂપીયા બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સદરહુ ગુન્‍હાના મુખ્‍ય આરોપી દર્શક મનસુખભાઇ માકડીયા તથા જયદીપ સંજયભાઇ રાતડીયા, રહે. બન્ને. ભાયાવદર વાળાઓએ સદરહુ કોલ સેન્‍ટર મારફતે ગે.કા. રીતે મેળવેલ રૂપીયા તેઓના બેંક એકાઉન્‍ટમાં રાખેલ હોય જેની વિગત મેળવી કુલ રૂા.૩૧,૧૮,૩૫૮.૧૬/- ફ્રીઝ કરાવવામાં આવેલ છે.ભાયાવરદ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરાઇ છે કે, કોઇ દવાનો ઓર્ડર કરેલ હોય અને તમોને ધાક ધમકી કે અન્‍ય રીતે બળજબરીથી આ દવા વેચવામાં આવેલ હોય તો તમો ભાયાવદર પોલીસ સ્‍ટેશન રૂબરૂ જાણ કરો અથવા ભાયાવદર પોલીસ સ્‍ટેશનના નંબર ૬૩૫૯૬ ૨૯૩૭૩ ઉપર સંપર્ક કરી તમારી વિગત જણાવશો જેથી રકમ પરત અપાવી શકીએ. આ બાબતે સંપુર્ણ વિગત ગુપ્ત રાખવામાં આવશે. જેથી કોઇપણ જાતના ડર કે શંકા વિના પોલીસ સ્‍ટેશનના નંબર (૧) ૯૯૭૮૨ ૪૧૦૩૩, (૨) ૯૩૧૬૯ ૩૮૯૪૩, (૩) ૭૩૮૭૩ ૭૭૫૦૫, (૪) ૮૮૬૬૪ ૫૭૦૪૭, (૫) ૯૭૩૭૯ ૪૯૫૮૮, (૬) ૮૧૨૮૧ ૫૭૨૮૪, (૭) ૯૯૭૮૪ ૮૩૬૭૮ (૮) ૯૫૧૨૨ ૯૬૩૦૨ ઉપર જાણ કરો રકમ પરત અપાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.(૨.૧૧)

(12:02 PM IST)