News of Wednesday, 8th October 2025
આકડીયાની સગીરા અને જીવાપરના પરિણિત યુવાનનો ઝાડ ઉપર ફાંસો ખાઇને આપઘાત
ચોટીલા પંથકની સીમમાં પ્રેમની વેદી ઉપર વધુ એક આહૂતિનો ચકચારી કિસ્સો :પરણીત પ્રેમી યુવતીને ભગાડી ગયાનો ગુનો નોંધાયો હતો બીજા દિવસે જ મોત ને ભેટયાઃ પત્નિ અને સંતાન નોધારા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૮ :.. આમ તો કહેવત છે કે પ્રેમ આંધળો છે, જેને સત્યાર્થ ઠરાવતો બનાવ ચોટીલાનાં જીવાપર ગામની સીમમાં પ્રેમાંધ પરણીત યુવાન અને સગીરાએ વળક્ષની ડાળીએ ફાસો ખાઈ આત્મઘાતી પગલું ભરી મોતને ભેટતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત. તા. ૩ /ના રોજ આકડીયા ગામની સગીર યુવતી ને જીવાપરનો પરણિત યુવાન વિક્રમ જયસુખ ભાઇ પરાલીયા ભગાડી ગયાની પોલીસ ફરિયાદ ગત તા. ૬/ના રોજ નાની મોલડી પોલીસમાં નોંધાયેલ જેના બીજા દિવસે સવારે જીવાપરના સીમ વિસ્તારમાં વળક્ષ સાથે યુવાન અને યુવતી ફાસો ખાઈ લટકતા હોવાની જાણ થતાં નાની મોલડી પીઆઇ એન. એસ. પરમાર તથા સ્ટાફના માણસો દોડી ગયા હતા અને બંન્ને ના મળતદેહ ને નીચે ઉતારી પીએમ ની તજવીજ બાદ મળતદેહોને અંતિમ વિધી માટે પરિવારજનોને સોપેલ હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મરતા પહેલા બંન્ને સામાજિકતા ને કારણે એક નહીં થવાય તેથી આત્મઘાતી પગલા પહેલા યુવતી ના સેથામા સિંદૂર પુરી, આવતા ભવના કોડ સાથે જીવન ટૂંકાવ્યાનું અનુમાન સેવેલ છે.
પોલીસને મોત ને ભેટતા પહેલા બંને પ્રેમીઓએ તેમના નામ સાથે લખેલ સુસાઇડ નોટ મળી આવેલ છે. જે અક્ષર આ મુજબ છે.
તા. ૬/૧૦/૨૫ ને સોમવાર
અંમે બંને પોતાની મરજી થી આપઘાટ કરવી સી, કોઈના કહેવાથી નઇ કે ધમકી થી નઇ પોતાની મરજીથી અને બંને પરીવાર કેસ નો કરતા એટલી વીનંતી.
જયસુખભાઇ અને વનરાજભાઇ બંને બાજતા નાઈ એટલી નમ્ર વિનંતી છે અમારી
આમ તો સમાજ માટે આવા કિસ્સા લાલ બત્તી સમાન ગણાય છે. મોબાઇલ ક્રાંતિ બાદ ગામડાઓમા પણ અનેક આવા કિસ્સાઓ અવાર નવાર આવતા રહે છે. ત્યારે ચોટીલા વિસ્તારની આ ઘટનામાં મળત્યુ ને ભેટેલ યુવાન પચ્ચીસ વર્ષ નો પરણીત હતો
જેના ગળહ સંસારમા તેની પત્ની અને અઢી વર્ષ નો દિકરો નોધારા થયેલ છે, આ તો કેવો પ્રેમ આંધળો તે સવાલ સાથે આ ઘટના અનેક સામાજિકતા સાથે વિચારો માંગી લે છે. (તસવીરઃ હેમલ શાહ)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
