તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૭ મંગળવાર
News of Wednesday, 8th October 2025
ભાવનગરના મહુવામાં ૩ાા ઈંચ વરસાદ ખાબકયોઃ ઠેર-ઠેર પાણી ભરાયા
માર્કેટીંગ યાર્ડમાં પડેલી મગફળી અને ખેતરોમાં પડેલા પાથરા પલળી જતા ખેડૂતો હેરાનઃ વૃક્ષ ધરાશયી

તસ્વીરમાં મહુવામાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી નજરે પડે છે. (તસ્વીરઃ રહીમ વસાયા, મહુવા)
(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૮: શહેર માં ગ ઇકાલે મંગળવારના બપોરના બે વાગ્યાથી સાડાચાર વાગ્યા સુધીમાં ધોધમાર અનરાધાર સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેર આખું પાણી પાણી થઈ ગયું હતું. નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં વરસાદના પગલે માર્કેટીંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી પલળી ગઈ હતી. ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા ફરી આજે પલળી ગયા હતા. ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાય હતી. આ વખતે ચોથી પાંચમીવાર પાથરા પલળી ગયા હતા મહુવાના હાર્દસમા ગાંધીબાગ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં વરસાદનાં પગલે મહુવા શહેરના મુખ્ય માર્ગ નેસવડ ચોકડીને જોડતો ત્યાં આગળ યાસીન ટ્રેડર્સ પાસે વર્ષો જુનું વટવળક્ષ ધરાશાયી થયું હતું. વરસાદના લીધે નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ મહુવા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડો જાજો હોવાનું વાવડ મળેલ છે તેવું રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
