News of Wednesday, 8th October 2025
સોરઠના સામાજીક અગ્રણીઓએ મગફળીની ખરીદીમાં માત્રા વધારવા અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરી

જુનાગઢઃ જિલ્લાના વિવિધ ક્ષેત્રના સામાજીક આગેવાનોએ કળષિ મંત્રીને રૂબરૂ મળી કળષિ વિષયક બાબતો અંગે રજુઆત કરી હતી. સોરઠના સામાજીક અગ્રણી હરસુખભાઈ વધાસીયા એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવનાર છે આ ખરીદીની માત્રા ગયા વર્ષે ખેડૂત દિઠ ૧૦ ખાંડી હતી . પરંતુ ચાલુ વર્ષ ૧૦ ખાંડી ને બદલે ઘટાડો થાય તેવી ચર્ચા ચાલી રહી છે પરંતુ ખરીદીની માત્રા ઓછી ના કરીને દસ ખાંડી યથાવત રાખવામા આવે આ બાબતે સરકાર ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે તેમ પ્રતિભાવ અપાયો હતો.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
