<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગુજરાત માહિતી આયોગ દ્વારા ગાંધીનગરમાં RTI અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૮: ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) ૨૦૦૫ કાયદાના અસરકારક અમલીકરણ અને તેના મહત્‍વ અંગે જાગળતિ ફેલાવવાના હેતુસર તારીખ ૬ ઓક્‍ટોબર ૨૦૨૫ ના રોજ નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક વિશેષ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું.

RTI લોકશાહીનો રક્ષકના મુખ્‍ય ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ માનનીય ગળહ રાજ્‍ય મંત્રી, શ્રી હર્ષ સંઘવીના હસ્‍તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યો હતો. મંત્રીશ્રીએ RTI કાયદાના મહત્‍વ પર પ્રકાશ પાડયો હતો. માહિતી આયોગના અધિકારીઓ અને વક્‍તાઓએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે માહિતી અધિકાર અધિનિયમ, ભારતીય લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવવામાં મુખ્‍ય ભૂમિકા ભજવે છે. આ કાયદો ભારતના બંધારણે નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારો પૈકીનો એક છે, જે શાસન અને પ્રશાસનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિヘતિ કરવા માટે એક ઐતિહાસિક સાધન બનીને ઉભરી આવ્‍યો છે.

આ કાયદાને માત્ર એક અધિનિયમ નહીં, પરંતુ પ્રજાના સશક્‍તિકરણ, સુશાસન અને લોકશાહીના જતન માટેનું એક અમૂલ્‍ય સાધન ગણાવવામાં આવ્‍યો હતો.

આ મહત્‍વપૂર્ણ સેમિનારમાં, માહિતી અધિકાર અધિનિયમના અમલીકરણ અને જાગળતિ માટેની તેમની ઉત્‍કળષ્ટ અને સક્રિય કામગીરી બદલ સાવરકુંડલાના જાણીતા RTI કાર્યકર શ્રી દીપેશ સી. જોશીને ગુજરાત માહિતી આયોગ દ્વારા વિશેષ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

દીપેશભાઈએ RTI કાયદાનો અસરકારક ઉપયોગ કરીને લોકહિતના અનેક કાર્યો કર્યા છે. આ સન્‍માન તેમની જાગળતિની પ્રવળત્તિઓ, પારદર્શિતા માટેના પ્રયાસો અને RTI કાયદાના ઉપયોગ દ્વારા જનસેવાની કામગીરીને બિરદાવે છે. ગુજરાત માહિતી આયોગે દીપેશભાઈનું બહુમાન કરીને અન્‍ય નાગરિકોને પણ આ કાયદાનો યોગ્‍ય રીતે ઉપયોગ કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

(1:23 PM IST)