News of Wednesday, 8th October 2025
વૃક્ષો વાવવા અને ઉછેરવા એ દરેક નાગરિકની જવાબદારી છે : ડો વિરમભાઇ ગોઢાણીયા
ભૌતિક લાલસાની દોડમાં પર્યાવરણની અવગણના કરી છે ત્યારે ‘વૃક્ષો વાવો અને વવડાવો': દરેક પરિવારનો એક સભ્ય વૃક્ષ વાવે તો પર્યાવરણની અવગણના અટકે : વી.ડી. બાલા પોરબંદરની ગોઢાણિયા ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા રાહદરે ફૂલછોડ વિતરણ આયોજન સંપન્નઃ મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટ્યા

રાજકોટ/પોરબંદર : રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતે રાતદરે ફૂલછોડ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેરના લોકો, પ્રબુધ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમી ઉમટ્યા હતા.
આજના આધુનિક યુગમાં માણસ પોતાનાં સ્વાર્થ સાધવા પ્રકૃતિ નો આડેધડ નાશ કરતો રહ્યો છે. જેથી પ્રકૃતિ માં રહેનાર દરેક સજીવ ના જીવન ઉપર ખતરો ઉભો થયો છે મનુષ્યના વ્યવહારના કારણે ઘણા પશુ પક્ષી અને પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે તો ઘણા ખરા લુપ્તતાના આરે છે, જો આવુજ બનતું રહ્યું તો પર્યાવરણની સમગ્ર જીવ સૃષ્ટિ અને મનુષ્ય જીવન ઉપર ખતરો ઉભો થશે ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદભવે નહિ અને માણસ અત્યારથી જ પ્રકૃતિ પ્રત્યે સભાન એ ઉદ્દેશ ધ્યાનમાં રાખી રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા પોરબંદરની શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતેના પરિસર મા ફૂલછોડ વિતરણ કાર્યક્રમનું નું આયોજન કરવામાં આવેલ હતું.
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ના આચાર્ય શ્રી ભાવનાબેન અટારાએ જણાવ્યું હતું પર્યાવરણ ક્ષેત્રે પણ સ્કુલના છાત્રો અગ્રેસર છે. આજે રાજકોટની સંસ્થા દ્વારા રાહત દરે ફૂલછોડના રોપા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને મીઠો આવકારો આપ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયાએ પર્યાવરણના રક્ષણ માટે રાજકોટ ન સંસ્થા રાહત દરે ફૂલછોડ ના રોપા વિતરણ કરીને પર્યાવરણ કાર્યક્રમ યોજવા બદલ સ્કુલને આભિનંદન આપી જણાવ્યું કે વૃક્ષો વાવવા અને ઉછેરવા એ દરેક નાગરિકની જવાબદારી છે આવનાર પેઢીના સારા સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ અનિવાર્ય ગણાવી પર્યાવરણની અવગણનાના કારણે કુદરતી આપત્તિઓ પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, દાવાનળ, ભૂપ્રપાત જેવી કુદરતી આપતીનું ભોગ બનવું પડે છે ત્યારે કુદરતી આફતનો ભોગ બનતા અટકવું હોય તો પર્યાવરણ ને બચાવવાનો એક માત્ર ઉપાય વૃક્ષ ઉછેર અને માવજત છે
આ તકે રાજ્યના વનવિભાગનો શ્રેષ્ઠ વન પંડિત અવોર્ડ મેળવનાર, દેશની શ્રેષ્ઠ ૬૩ ગુજરાતી વિશેષ વ્યક્તિઓની યાદીમાં જેનો સમાવેશ થયેલ છે નિવૃત ફોરેસ્ટ ઓફિસર અને રાજકોટની ત્રણ દાયકાઓથી પર્યાવરણની બેનમૂન પ્રવૃત્તિ હાથ ધરનાર નવરંગ નેચર ક્લબના પ્રમુખ શ્રી વી. ડી. બાલાએ વૃક્ષોનો મહિમા વર્ણવતા પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારતની ઇ સં ૧૯૫૨ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશમાં ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તેને બદલે દેશમાં ૨૩ ટકા વિસ્તારમાં જંગલો છે, જયારે ગુજરાતમાં કેવળ ૧૦ ટકા છે. ભૌતિક લાલસની દોડમાં પર્યાવરણની અવગણના કરી છે ત્યારે ઙ્કવૃક્ષો વાવો અને વવડાવોઙ્ઘ દરેક પરિવારનો એક સભ્ય વૃક્ષ વાવે તો પર્યાવરણની અવગણના અટકે.
આ અવસરે ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં સૌને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. આ ઓક્સિજન વૃક્ષો આપે છે. આવનારી પેઢીને શુદ્ધ હવા, વાતાવરણ, સ્વાસ્થ્ય ભવિષ્ય આપવા માટે માત્ર એક ઉપાય છે, વૃક્ષારોપણ ઝુબેશ ઉપાડવાની જરૂર છે. શ્રી વી. ડી બાલાએ રાજકોટમાં અગાસી પર લીલા શાકભાજી ઉગાડાવાનો પ્રયોગ ૫૦૦ ઘરોમાં કર્યો આજે રાસાયણિક ખાતર વગરના ઓર્ગેનિક ખાતરવાળા તાજા શાકભાજી મહિને એક હજારની બચત કરીને તાજા લીલા શાકભાજી ખાતા થયા છે અને આત્મ નિર્ભર બન્યા છે.
આ કાર્યક્રમ નું સંચાલન સ્કૂલના સિનિયર શિક્ષક શ્રી નંદનીબેન કાલાણી જયારે આભાર દર્શન સુપરવાઈઝર શ્રી સાવનભાઈ એ કર્યું હતું
(કર્ટસીઃ વી. ડી. બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ રાજકોટ, મો - ૯૪૨૭૫ ૬૩૮૯૮) (૩૭.૩)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
