<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ઓહ…આ તે કેવો છબરડો: કચ્છ યુનિવર્સિટીનું પરીક્ષાનું પેપર જ નીકળ્યું નહીં, ૨૫૦૦ કોલેજીયન છાત્રો બેસી રહ્યા

પરીક્ષાના પ્રથમ દિવસે જ છબરડો, એજન્સી પેપર કાઢતા જ ભૂલી અર્જન્ટ પેપર તૈયાર કરાયું : ૧૦/૩૦ ની પરીક્ષા ૧૨ વાગ્યા પછી લેવાઈ,જોકે રાબેતા મુજબ એજન્સી સામે પગલાં ભરવાની વાત કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં પરીક્ષાના પેપર સમયે છબરડા થાય એ તો સમજ્યા પણ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આવી ગંભીર ભૂલ થાય તો શું સમજવું? હા, આવો છબરડો કચ્છ યુનિવર્સિટીએ વાળ્યો છે. ગઈકાલે બી કોમ સેમિસ્ટર ૫ માં એડવાન્સ એકાઉન્ટનું પેપર QPDS સિસ્ટમ મારફત કોલેજોમાં ડિજિટલી મોકલવાનું હતું. પરંતુ એજન્સી ભૂલી ગઈ અને ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ રાહ જોતા બેસી રહ્યા બાદમાં અર્જન્ટ પેપર કાઢી ઇમેઇલ દ્વારા કોલેજોમાં મોકલાયા પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓને અપાયા પણ દોઢ કલાકથી બે કલાક નો સમય નીકળી ગયો. ૧૦/૩૦ ની પરીક્ષા ૧૨ વાગ્યા પછી લેવાઈ. જોકે, રાબેતા મુજબ એજન્સી સામે પગલાં ભરવાની વાત કરી આ બનાવની લીપાપોતી કરવાના પ્રયાસે શિક્ષણ જગતમાં ચર્ચા સર્જી છે.

(8:55 AM IST)