News of Thursday, 9th October 2025
પોરબંદરમાં વધુ ૧૯.૮૧ લાખનો દારૂ ઝડપાયો
એલસીબી દ્વારા ૩ દિવસમાં દારૂની બીજી મોટી રેડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: એલસીબી દ્વારા ત્રણ દિવસમાં દારૂની બીજી મોટી રેડ પાડીને બખરલા રોડ ઉપરથી બોલેરોમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-રરપ૬ કિ. રૂા. ૧૯૮૧ર૦૦ની પકડી લીધી હતી. આ દારૂ ઝડપાયો ત્યારે બોલેરો ચાલક નાસી ગયેલ હતો.
કોલીખડાથી બખરલા જતા રોડ ઉપર બીલડી સીમ શાળા પાસે એલ.સી.બી.ના એએસઆઇ બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ. હીમાંશુભાઇ મકકા તથા પો.કોન્સ. નટવરભાઇ ઓડેદરાને બાતમી આધારે બોલેરો પીકઅપ ગાડી આવતા ગાડીના ચાલકે પોલીસ સ્ટાફને જોઇને ગાડી દુર ઉભી રાખી અંધારામાં નાસી ગયેલ અને બોલેરો પીકઅપ ગાડીના ઠાઠામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૩૭ નાની-મોટી બોટલો નંગ-રરપ૬ કી. રૂા. ૧ડ,૮૧,ર૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી નં. GJ-11-TT-1429 ની કી. રૂા. પ,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ર૪,૮૧,ર૦૦/-નો મુદામાલ કબ્જે કરી બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.
આ દારૂ દરોડાની કામગીરીમાં એલસીબી આઇ/સી પીઆઇ શ્રી આર. કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા હે.કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા ડબલ્યુ.એચ.સી. નાથીબેન કુછડીયા તથા પો.કોન્સ. નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ. જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા. (૭.ર૦)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
