<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

લાઠીના ભીંગરાડમાં ચાર પતાપ્રેમી ઝડપાયા

અમરેલી : ભીંગરડા ગામથી આસોદર ગામ જવાના રસ્‍તે પુલ પાસે ઇસુબભાઇ હાજીભાઇ સૈયદના ઘર આગળ જાહેર જગ્‍યામાં (૧) જમાલભાઇ અબ્‍દુલભાઇ મીઠાણી ધંધો મજૂરી (ર) સતારભાઇ હાજીભાઇ સયૈદ ધંધો ભેંસનો લે-વેચનો (૩) સલીમભાઇ દાઉદભાઇ સૈયદ ધંધો ભેંસનો લે-વેચનો (૪) મુસાભાઇ યુસુફભાઇ સયૈદ ધંધો મજૂરી, ત્‍હો. નં. ૧ તથા ત્‍હો. નં. ર, રહે. ભીંગરોડ, ત્‍હો. નં. ૩ રહે. દામનગર ત્‍હો. નં. ૪, રહે. ગઢડાને ઝડપી લીધા હતાં.  આ કામગીરી લાઠી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. એમ. સોની એ. એસ. આઇ. શકિતસિંહ કેસરીસિંહ ગોહીલ તથા હેડ કો. શૈલેષભાઇ દડુભાઇ કામળીયા તથા પોલીસ કો. હિંમતભાઇ ગેલાભાઇ પરમાર તથા પો. કો. વિશ્વજીતસિંહ વીરભદ્રસિંહ ગોહીલ, પો. કો. સુનિલસિંહ હરેશભાઇ રાઠોડ, પો. કો. વિજયભાઇ વલકુભાઇ તલસાણીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:52 PM IST)