News of Thursday, 9th October 2025
લાલપુરમાં વીર ભાણજી બાપુ દલ જાડેજાની અશ્વ-આરૂઢ પ્રતિમાનું અનાવરણ
રવિવારે ‘ક્ષત્રિય સમાજ દ્વારા સુવર્ણ ભૂતકાળથી ઉજ્જવળ ભવિષ્ય તરફ' વિષય પર ચિંતન શિબિર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૯, સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા આગામી રવિવાર, તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ વીરગતિ પામેલા શૌર્યવાન યોદ્ધા, જૂના નવાનગર રાજ્યના સૈન્યના સર સેનાપતિ અને ગોવાણા ગામના વતની પૂજ્ય ભાણજી બાપુ દલ જાડેજાની ઘોડેસવારી સાથેની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ લાલપુર ખાતે કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે વીર સાવરકર હાઈસ્કૂલના મેદાનમાં ‘‘ક્ષત્રિય સમાજ સુવર્ણ ભૂતકાળથી ઉજ્જવળ ભવિષ્ય તરફ....'' વિષય અંતર્ગત એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભૂતકાળમાં ક્ષત્રિયોએ રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ, પ્રજાવત્સલતા, ગાય પ્રત્યેનો પ્રેમ અને શરણાગતને આશરો આપવાના સદગુણોને કારણે ગૌરવશાળી ઇતિહાસનું નિર્માણ કર્યું છે, પરંતુ વર્તમાનમાં સમાજની સ્થિતિ અને પડકારો પર ચિંતન કરવું અનિવાર્ય છે. વર્તમાનમાં ક્ષત્રિય સમાજની સામાજિક, શૈક્ષણિક, ધંધા-રોજગાર અને રાજકીય ક્ષેત્રની સ્થિતિ પર ગંભીરતાથી વિચારણા કરવી જરૂરી બનેલ છે.
કાર્યક્રમની રૂપરેખાઃ યજ્ઞઃસવારે ૭ વાગ્યેશોભાયાત્રા સવારે ૮ વાગ્યે, પ્રતિમા અનાવરણ વિધિઃ સવારે ૯:૩૦ વાગ્યે, ચિંતન શિબિરઃસવારે ૧૦ વાગ્યે, ભોજન સમારંભઃબપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે.
ચિંતન શિબિરના મુખ્ય મુદ્દાઓ
આ ચિંતન શિબિરમાં મુખ્યત્વે ૧૬ જેટલા મુદ્દાઓ પર મનન-ચિંતન કરવામાં આવશે, જેમાં નીચેના અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છ
પારિવારિક મૂલ્યોઃ પારિવારિક પ્રેમ, ત્યાગ અને સહનશીલતાની ભાવના કેળવવી.
સામૂહિક એકતાઃ કુટુંબ, અટક કે ગામના સંકુચિત વાડામાંથી બહાર નીકળીને સમગ્ર ક્ષત્રિય સમાજને એક સમાન માનવાની ભાવના કેળવવી.
સંસ્થાગત સંકલનઃ ગુજરાતની તમામ ક્ષત્રિય સંસ્થાઓએ એકબીજાના પ્રતિસ્પર્ધી ન બનતા, એક છત્ર નીચે સંકલન કરીને સહિયારા પ્રયત્નોથી સમાજના વિકાસ માટે કાર્યરત થવું.
શૈક્ષણિક પ્રગતિઃદરેક જિલ્લા મથકે અત્યાધુનિક શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરી આધુનિક ઉચ્ચ શિક્ષણ આપવું.
કારકિર્દી અને માર્ગદર્શનઃ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન કેન્દ્રો સ્થાપવા.
સામાજિક સુધારણાઃસમય અનુસાર પરિવર્તન લાવીને રૂઢિગત માન્યતાઓ અને કુરિવાજોને તિલાંજલી આપવા જાગળતિ ફેલાવવી.
સંસ્કાર સિંચનઃતાલુકા મથકે દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરવું, તેમજ ક્ષત્રિય યુવક સંઘની શાખાઓની સ્થાપના કરવી.
સકારાત્મક સ્પર્ધાઃઅન્ય સમાજના સારા કાર્યોમાંથી પ્રેરણા લઈને સકારાત્મક પ્રગતિની નોંધ લેવી.
સ્વાસ્થ્ય અને મનઃતંદુરસ્ત શરીર, સ્વસ્થ મન અને તંદુરસ્ત મગજ માટે યોગ-પ્રાણાયામની શિબિરનું ગામેગામ આયોજન કરવું.
રાજકીય દિશાઃ રાજકીય ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ સમાજમાં પ્રિય અને સ્વીકાર્ય કેમ બનવું તે માટેના કાર્યક્રમો કરવા.
સમાજ સેવાઃ સમાજના સર્વાંગી વિકાસ માટે માત્ર આગેવાનોના પ્રયત્નો પર આધાર રાખવાને બદલે તમામ વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોની શક્તિઓનો સરવાળો કરવો.
વીર ભાણજી બાપુ દલ
જાડેજાનો ઇતિહાસ
પૂજ્ય ભાણજી બાપુ દલ જાડેજાએ જામનગરના જામ સાહેબના સૈન્યનું મહત્વપૂર્ણ નેતળત્વ કરીને જૂનાગઢની લડાઈ અને તમાયણની લડાઈમાં એમ બે વખત અકબરના સૈન્યને કારમી હાર આપી હતી. ભૂચરમોરીના યુદ્ધમાં તેમણે અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું, પરંતુ જૂનાગઢના નવાબ અને ખરેડીના લોમા ખુમાણે જામ સતાજીને દગો આપીને પાછળથી વાર કરતાં આ વીર યોદ્ધા વીરગતિને પામ્યા હતા.
નિમંત્રક : સમસ્ત લાલપુર તાલુકા રાજપૂત સમાજ. (સંપર્ક સૂત્રોઃ ૯૮૭૯૩ ૦૫૬૭૩, ૯૯૨૫૪ ૭૬૨૨૧, વગેરે). (૩પ-૧૬)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
