News of Thursday, 9th October 2025
મોરબીની રૂપલ ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલેન્ટ રિયાલિટી શોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવી મોરબીનું નામ રોશન કર્યું.
અદિતિ અને હિયા એ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિની અદિતિ દેસાઈ અને હિયા હિરાણી એ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો 'ઇન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલન્ટમાં અદ્ભુત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેનુ ફાઇનલ રાઉન્ડ ૮ ઓક્ટોબર જયપુર ખાતે યોજાયેલ હતો. આ શો ઝી ટીવી / ૯એક્સએમ ચેનલ પર પ્રસારિત થશે. આ સિદ્ધિથી સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે. ડાન્સક્ષેત્રેથી તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
શોના જજ તરીકે રાજ શર્મા – જેઓ 'ડાન્સ પ્લસ', 'ઇન્ડિયા'ઝ ગોટ ટેલન્ટ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે – તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમની પ્રતિભાને નવી ઊંચાઈઓ મળી છે. અદિતિ અને હિયા એ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સોનિક ડાન્સ એકેડેમી ડાન્સ ટીચર રૂપલબેન દેસાઈ એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, "અદિતિ અને હિયા જેવી પ્રતિભાવાન વિદ્યાર્થિની અમારા ક્લાસ નો ભાગ છે તે અમારા માટે અત્યંત ગર્વ વાત છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
