તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બાળ શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી.
સેવારીયાથી ડામર કામની મજુરી કરાવી બાળકોનું શારીરિક, આર્થીક શોષણ કર્યાની ફરિયાદ : સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઈવે તરફ નવા બનતા રોડના કામમાં સગીર વયના બાળ શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બાળ મજુરીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમમાં કાર્યરત નંદલાલભાઈ વરમોરાએ કોન્ટ્રાકટર સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપી કોન્ટ્રાકટરએ મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઈવે તરફ નવા બનતા રોડના કામનો મજુરી કામનો કોન્ટ્રાકટ રાખ્યો છે જે રોડ ખાતે સગીર બાળ કિશોરોને મજુર તરીકે રાખી તેની પાસે નાના મોટા પથ્થર હટાવી સાવરણાથી રોડ પર સાફ સફાઈ અને ડામર કામમાં સેવારીયાથી ડામર કામની મજુરી કરાવી બાળકોનું શારીરિક, આર્થીક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
