<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ભુજમાં મહિલા ક્રિકેટ ઉપર સટ્ટા બેટિંગ: ૩.૯૮ લાખની આઇડી બેલેન્સ સાથે યુવાન ઝડપાયો

મુન્નો ઉર્ફે સિદ્ધાર્થ ભરત શાહની અટકાયત કરી આઇડી ક્યાંથી મેળવી ? તે અંગે પૂછપરછ કરતાં ત્રણ નામ ખુલ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજમાં મહિલા ક્રિકેટ ઉપર સટ્ટા બેટિંગ ખેલતા યુવાનને ઝડપી પાડ્યો છે. ભુજના હોસ્પિટલ રોડ ઉપર રહેતા મુન્નો ઉર્ફે સિદ્ધાર્થ ભરત શાહ નામના યુવાનને મોબાઇલ ફોનમાં ૩.૯૮ લાખ રૂપિયાની આઇડી બેલેન્સ સાથે ઝડપી પુછપરછ હાથ ધરાઇ છે. ભારત સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચમાં ત્રણ આઇડી ઉપર બેલેન્સ મેળવી સટ્ટો રમતા આ યુવાનની અટકાયત કરી આઇડી ક્યાંથી મેળવી તે અંગે પૂછપરછ કરતાં ત્રણ નામ ખુલ્યા છે. અંજારના આનંદ, ભુજના હિના પાર્કમાં રહેતા મિરાજ અરસદ મેમણ, કેમ્પ વિસ્તારના હૈદર પઠાણ નામના યુવાનોએ આઇડી આપી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(9:08 AM IST)