ભકિત યુવાન જ હોય, જ્ઞાન-વૈરાગ્ય વૃધ્ધ હોય શકેઃ પૂ. મોરારીબાપુ
ભાવનગરના શ્રી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ‘માનસ ગોપનાથ' શ્રીરામકથાનો આજે સાતમો દિવસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ :.. ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં પૂ. મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વળધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું હતું. આજે શ્રીરામકથાનો સાતમો દિવસ છે. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા માનસ ગોપનાથ લાભ મળી રહ્યો છે. કથાના છઠ્ઠા દિવસે પૂ. મોરારિબાપુ દ્વારા રામકથામાં ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં પૂ. મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વળધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. નરસૈંયાના સ્વરૂપ ચિત્ર સંદર્ભે થયેલા ચિંતનમાં પૂ. મોરારિબાપુએ ભાગવતનો ઉલ્લેખ કરી પથ્થર, ધાતુ, લીંપણ, ચિત્ર તેમજ મનોમય વગેરે આઠ મૂર્તિ સ્વરૂપો વિશે સવિસ્તાર જણાવ્યું અને હળવી ટકોર સાથે નરસિંહ મહેતાની મનોમયી મૂર્તિ ઊભી કરવાં ભાવ જણાવ્યો. આમ, ભક્તિનું સ્વરૂપ યુવાન ગણાવ્યું.
પૂ. મોરારિબાપુએ શ્રીકળષ્ણના સુદર્શન અને પાંચજન્ય ઉલ્લેખ કર્યો. પાંચજન્ય વિશે વ્યાખ્યા કરી કહ્યું કે, પાંચેય ઈન્દ્રિયોથી વાણી અને વર્તનથી નીકળતો સકારાત્મક નાદ એટલે પાંચજન્ય. શ્રી તુલસીની ચોપાઈ દોહા રચનાને મંત્રાત્મક, સૂત્રાત્મક વગેરે મહિમાવાન ગણાવી માનસ કથા પ્રવાહમાં આજે ભરદ્વાજજી અને જ્ઞાનવલ્કજી સંવાદમાં આગળ વધતાં શિવજી વિવાહ પ્રસંગનું ભાવવાહી રસાળ વર્ણન થયું. ગોપનાથના દિવ્ય ચેતના સ્થાનમાં રામકથામાં મહંતો શ્રી આત્માનંદજી સરસ્વતી તથા સિતારામબાપુ, રઘુરામ બાપા સાથે ધાર્મિક મહાનુભાવો અને અગ્રણીઓ કલાકારો ભારતીબેન વ્યાસ, પરેશભાઈ વ્યાસ, માયાભાઈ આહિર, જગદીશભાઈ ત્રિવેદી, દિગુભા ચુડાસમા, મેરાણભાઈ ગઢવી વગેરે સાથે મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓ કથામળત લાભમાં જોડાયાં હતાં. (પ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
