૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકજાગળતિઃ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને ૨૧ કિલોમીટરની બાઈક રેલી યોજીઃ સુત્રોચ્ચાર સાથે આવેદન
પૂર્વ ધારાસભ્ય દ્વારા વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને જાહેર ચોકમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જઃ કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલને લોકાર્પણ શા માટે નથી કરવામાં આવી રહી?

ઉપલેટા તા. ૯ :. ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઈક રેલી શરૂ કરી લાઠ, મજેઠી, કુંઢેચ, તલંગણા, સમઢિયાળા, હાડફોળી, સહીતનાં ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાઈક રેલી યોજવામાં આવી હતી.
આ બાઇક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમ ખેડૂતોને થતાં અન્યાય, ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતાં અન્યાય મુદ્દે સરકાર સમક્ષ ધારદાર રજુઆતો કરવા મુદ્દે જન જાગળતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદીમાં થતાં અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તાત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની ૨૦૦ મણ સુધી મગફળી ની ખરીદી કરવા રજુઆતો કરાઈ હતી તેમ છતા જો તાત્કાલિક આ મુદ્દાઓનો કોઈ નિકાલ નહિ થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે એવું જણાવ્યું હતું.
આવેદનપત્ર બાદ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા હાલના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈ જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પકડાર ફેકયો હતો જેમાં કોંગ્રેસ આગેવાનોએ પણ કામો અને સુવિધાઓ બાબતે જાહેર ચોકમાં આવી વર્તમાન ધારાસભ્યને ચેલેન્જ કરી છે અને સાથે જ ઉપલેટામાં નવનિર્માણ પામેલી અને લોકાર્પણ કરવાના અભાવે તૈયાર થઈ ચૂકેલી ઉપલેટાની કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવેલી સિવિલ હોસ્પિટલ કેમ શરૂ નથી કરાવી શકતા અને કેમ લોકાર્પણ નથી કરતા તે માટેના પણ પ્રહારો કર્યા છે ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા આ ચેલેન્જને સ્વીકારે છે તેના ઉપર ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોની નજર છે અને આ મામલે રાજકીય ગરમા ગરમી શરૂ થવા પામી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
