<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ઉનાના દરીયામાં પચ્‍ચીસ લાખના દારૂ સાથે બોટ ઝડપાઇ

મહારાષ્‍ટ્રની બોટને આંતરીને પોલીસે દારૂની સીલબંધ ૩૪પ પેટી અને બીયર ટીનની ૮૦ પેટી પકડી પાડીઃ બોટમાંથી ૯ ખલાસીઓ અને એક બાળક મળ્‍યોઃ દારૂ કોને ત્‍યાં લઇ જવાતો હતો ? તે અંગે તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૦ : નજીકના સીમર પાસે દરીયામાં પોલીસે શંકાસ્‍પદ બોટને આંતરીને ચેકીંગ કરતા આ બોટમાંથી ર૪.૮ર લાખનો દારૂ અને બીયર ટીનનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ બોટમાંથી ૯ ખલાસીઓ તથા એક બાળક મળી આવ્‍યો હતો. આ દારૂ ઉના પંથકમાં કોને ત્‍યાં લઇ જવાનો હતો ? તે અંગે પોલીસે પુછપરછ શરૂ કરી છે.

રેન્‍જ આઇ જી. પી. નિલેશ ભાઈ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાની સૂચનાથી અને ઊના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીના માર્ગ દર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન પ્રવળતિને નાબૂદ કરવા નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનના ઈનચાર્જ પી.આઈ. મહેન્‍દ્રસિંહ રાણા અને સ્‍ટાફ દ્વારા દરિયા કાંઠે પેટ્રોલિંગ સઘન બનાવેલ અને નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન ના એ. એસ. આઈ. કંચન બેન ભાણજી ભાઈ પરમાર, મનુભાઈ લાખાભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પાંચા ભાઈ પી. બાંભણિયા, પ્રદ્યુમનસિંહ વાઢેર, જસપાલ સિંહ ડોડીયા, સંદીપ સિંહ ઝણકાટ  વિગેરે ગઈકાલે સિમર ગામ તરફ પેટ્રોલિંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે  કે સિમર બંદરથી દૂર એક દરિયામાં બોટમાં વિદેશી દારૂનો જથ્‍થો લેન્‍ડિંગ થાય તે પહેલા તુરંત પી. આઈ એમ એન. રાણા ને જાણ કરાતા તે સ્‍થળ ઉપર આવી સિમર બીચથી દૂર ભેંસલા ટાપુ આગળ એક બોટ બંધ હાલતમાં ઊભી હોય તુરંત સિમર બંદરથી એક ખાનગી બોટમાં બોટને કોર્ડન કરી તેમાં ખલાસીઓ હતા. તે બોટ ઉપર જઈ પોલીસ સ્‍ટાફે જોતા મોટા પ્રમાણમાં કાર્ટૂન પ્‍લાસ્‍ટિકના ઝબલામાં પડેલ હોય તુરંત ખોલી જોતા વિદેશી દારૂનો જથ્‍થો હોય તુરંત તે જથ્‍થો સિમર બીચ ઉપર લાવી ટ્રેકટરમાં ભરી નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન લાવી ગણતરી કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની નાની મોટી બોટલોની પેટી ૩૪૫ અને બિયરના ટીનની પેટી ૮૦પેટી મળી કુલ રૂપિયા ૨૪ લાખ ૮૨હજાર૦૯૨ રૂપિયાનો દારૂ અને મોબાઈલ ફોન નંગ ૮ રૂપિયા ૪૮૦૦૦/ અને માછીમારી કરવાની બોટ એક રૂપિયા ૧૦લાખ ની મળી કુલ રૂપિયા ૩૫લાખ ૩૦ હજાર ૦૯૨ ના જથ્‍થા સાથે નવ આરોપી એક બાળ આરોપીને પકડી પાડ્‍યા હતા.દારૂ સાથે ઝડપાયેલ બોટમાં આરોપીઓ ૧, વિશાલ મહેશ પટેલ રે. સુરત ૨, કૌશિક અશ્વિનભાઇ ગોરવા રે. દહેલી તા. પારડી જિલ્લો વલસાડ, ૩ અંકુશ મુકેશ રોકડે, ૪, બિપીન મગનભાઈ જાંજર , ૫, રાહુલ અંકુશ રોકડે, સ્‍વપિ્નલ ગણેશ રોકડે, ભરત જાદવભાઈ ટંડેલ રે. નાની દાડી જિલ્લો વલસાડ, જાગળત નારણ ભાઈ ટંડેલ, પકડી ધરપકડ કરી હતી એક બાળ આરોપી પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આ દારૂનો જથ્‍થો ઉમરગામના વિશાલ ઢોડીયા અને વલસાડના રોનક ટંડેલએ આપેલ હતો. પોલીસે તેમની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ શરૂ કરી છે. આટલો મોટો જથ્‍થો ઊના પંથકમાં કોને આપવાનો હતો? તે તપાસનો વિષય છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં દારૂનો જથ્‍થો કટીંગ થાય તે પહેલાં નવાબંદર મરીન પોલીસએ પકડી લીધો હતો. (૪.૫)

(11:30 AM IST)