<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

લીલીયાના મોટા કણકોટ ગામે સિંહણનો મૃતદેહ મળ્‍યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦: લીલીયા તાલુકાના મોટા કણકોટથી સ્‍મશાન નજીકથી શંકાસ્‍પદ હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્‍યો હતો. સ્‍મશાન નજીકથી ખેતરોમાં જવાના રસ્‍તે  સવારના સમયે ખેડૂતોએ ખેતરે જતા હોય તેવા સમયે સિંહણનો મૃતદેહ પડ્‍યો હોવાનું નજરે પડતા ખેડૂતોએ સ્‍થાનિક સરપંચને સિહણનો મૃતદેહ હોવાનું જણાવતાં સરપંચ સુરેશભાઈ રામાણીએ સ્‍થાનિક વનતંત્રને જાણ કરતા વનતંત્ર ઘટના સ્‍થળે દોડી આવેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી સિહણનો મૃતદેહને પી.એમ માટે કાક્‍ર્‌ચ એનિમલ સેન્‍ટર સેન્‍ટરમાં લઈ જવામાં આવેલ.

ત્‍યારબાદ એ.સી.એફ વિરલસિહ ચાવડાની સૂચનાથી વન વિભાગની જુદી જુદી ટીમો બનાવી કણકોટ,દેવળીયા, આંબા સહિતના વિસ્‍તારમાં તપાસનો દોર શરૂ થયેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ તેમ મનોજ જોશીએ જણાવેલ છે.

સ્‍થાનિક  સરપંચ સુરેશભાઈએ જણાવેલ કે આ  સિહણના બરડાના ભાગે પંચર જોવા મળેલ સુત્રો મુજબ પ્રારંભિકુ દ્રષ્ટિએ આ સિહણનું મોત ઇલેકટ્રીક શોકના કારણે થયુ હોવાનું ચર્ચાય રહ્યું છે.

(1:40 PM IST)