શાપર પાસે આઇસરમાં ૧૧ ગાય-વાછરડા ક્રુરતાપુર્વક લઇ જતાં બે ભાઇ પકડાયા
ગૌરક્ષક ભાવીનભાઇ ઘીયાડે આજીડેમ ચોકડી પાસે રહેતાં બે ભાઇઓ સંદિપ અને મેહુલ રાઠોડ વિરૂધ્ધ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૦: આઇસરમાં ૧૧ ગાય અને વાછરડાને ક્રુરતા પુર્વક બાંધીને નીકળેલા રાજકોટના બે શખ્સને ગૌરક્ષકો અને પોલીસે શાપર નજીક પકડી લઇ ગાય-વાછરડાને મુક્ત કરાવી બંને વિરૂધ્ધ પશુ પ્રત્યે ક્રુરતા દાખવવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે ગોંડલ તરફથી આઇસરમાં ગાય-વાછરડાને ભરીને રાજકોટ તરફ લઇ જવામાં આવી રહ્યા છે. આ માહિતી પરથી ગૌરક્ષકોએ શાપર પોલીસને જાણ કરતાં વોચ રાખવામાં આવી હતી. દરમિયાન એક બોલેરો નીકળતાં તેને અટકાવી તપાસ કરતાં અંદર ૧૧ ગાય-વાછરડાને ખીચોખીચ ક્રુરતા પુર્વક બાંધી રખાયેલા જોવા મળ્યા હતાં. ઘાંસ-પાણીની પણ કોઇ વ્યવસ્થા નહોતી. શાપર પોલીસે આ બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર રહેતાં ભાવિનભાઈ ધનશ્યામભાઈ ધીયાડ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી સંદિપ વાઘા રાઠોડ અને મેહુલ વાઘા રાઠોડ (રહે. બંને માનસરોવર સોસાયટી, માસુમ સ્કુલ પાસે આજીડેમ ચોકડી, રાજકોટ) વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરિયાદી ભાવીનભાઇએ કહ્યું હતું કે તેઓ છેલ્લા સાતેક વર્ષથી જીવદયા તથા ગૌસેવાને લગતી સેવાકીય કામ કરે છે. સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ રાજકોટ હતા ત્યારે ખાનગી બાતમીદાર દ્રારા માહિતી મળેલ કે ગોંડલથી રાજકોટ તરફ એક આઇશર નં. જીજે૦૬બીટી-૨૦૧૬ માં ગાયો ભરીને લઇ જવામાં આવે છે. આથી બીજા ગૌરક્ષકો રણજીતપરી ગૌસ્વામી, કિશનભાઈ લશ્કરી, કેતનભાઈ સંઘવી, જયેંદ્રભાઇ ચંદવાણીયા, યશભાઈ દોશી તથા ગૌરવભાઈ મકવાણા સહિતને બોલાવ્યા હતાં અને ૧૧૨માં ફોન કરી પોલીસને પણ બોલાવી લીધી હતી.
ગૌરક્ષકો રાજકોટથી શાપર તરફ આવતા હતા તે દરમ્યાન નેશનલ હાઇવે રોડ શાપર વેરાવળ એચ.પી.પેટ્રોલ પંપ સામે પોલીસને લઇને ઉભા હતાં ત્યારે બાતમી મુબજનું આઇસર નીકળતા તેને ઉભુ રખાવી તપાસ કરતાં અંદર ગાયો તથા વાછરડા ભરેલ હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આઇસરમાં બેઠેલા બે શખ્સના નામ સરનામા પુછતાં સંદીપ વાઘા રાઠોડ (ઉ.વ ૨૩) અન મેહુલ વાઘા રાઠોડ (ઉ.વ ૨૭) હોવાનુ જણાવેલ હતું. આઇસરમા ૧૧ ગાયો તેમજ નાના વાછરડા જીવ ૩ જેમા ૨ વાછરડી તથા ૧ વાછરડો હોવાનુ જોવામાં આવેલ અને ઘાસચારો કે પાણીની સગવડ વગર નીચે માટી નાખ્યા વગર હલન ચલન ન કરી શકે તેવી સ્થિતિમાં ખીચોખીચ ક્રૂરતાથી ભરેલા જોવા મળ્યા હતાં. તેમ ફરિયાદમાં જણાવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
