News of Friday, 10th October 2025
પોરબંદરના બખરલામાં વિકાસ સપ્તાહ

પોરબંદરઃ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ વર્ષમાં વિકાસ પ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.શ્રી અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે પોરબંદર જિલ્લામાં આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર મેડિકલ કોલેજ ખાતે રૂ.૩૦૦ કરોડના ખર્ચે અદ્યતન કેન્સર વોર્ડનું નિર્માણ ચાલી રહ્યુ છે. જિલ્લા માર્ગ સુવિધાઓ સુધારવા માટે પણ અનેક માર્ગો મંજૂર કરવામાં આવ્યા છે. જેથી નાગરિકોને અવરજવર સુવિધાજનક બને. વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસવીર
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
