ધોરાજીની ટાંક શેરીમાં જર્જરીત મકાનનો ઉપરનો ભાગ તુટી પડયો
જો કે કોઇ જાનહાની નથીઃ જર્જરીત મકાન તોડી પાડવા માંગણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા. ૧૦ :.. ધોરાજીની મુખ્ય બજારમાં ટાંક શેરી માં આવેલ એક જર્જરીત મકાનનો ઉપરના માળનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડતા આસપાસના વિસ્તારના રહીશોમાં ભઈ ફેલાયો હતો. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાની થવા પામી નથી.
સમગ્ર મામલે આસપાસના રહેણાંકના રહીશોએ ધોરાજી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં મુસ્તાક મીયા સૈયદ એ ચીફ ઓફિસરને લેખિતમાં પત્ર પાઠવી જણાવેલ કે ટાંક શેરીમાં જાવેદભાઈ નવી વાલા નું એક જૂનું મકાન આવેલું છે જે અત્યંત જર્જરી થઈ ગયેલ હોય એ મકાનના ઉપરના માળનો સ્લેબ તૂટી પડતા દીવાલો અને સ્લેબ નો કાટમાળ આખી શેરીમાં પડ્યો છે.
આ જર્જરીત મકાન અને તેની દીવાલોને કારણે ભવિષ્યમાં પણ કોઈ દુર્ઘટના સર્જાય દ્વારા વિસ્તારમાં લોકો પર જાન અને માલનું જોખમ રહે છે આ ઉપરાંત મકાનનો હિસ્સો તૂટી પડવાને કારણે શેરીમાં જે કાટમાળ પડ્યો છે તેને પણ હટાવી લેવા માગણી ઉચ્ચારવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
