News of Friday, 10th October 2025
સાચા ભાવથી કરેલી ભક્તિ કયારેય નિષ્ફળ જતી નથીઃ પૂ.નયશેખર મહારાજ
શંખેશ્વર મહાતીર્થે શ્રી નવગ્રહ મહાપૂજન-હવન અનુષ્ઠાન સંપન્ન

રાજકોટ, તા.૧૦: વઢીયાર પંથકમાં શંખેશ્વર મહાતીર્થે જહાજ મંદિર એન્કારવાલા ધામે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે સૌપ્રથમવાર મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના સાનિધ્યમાં શ્રી નવગ્રહ મહાપૂજન-હવન ૧૦૮ આહુતિયુક્ત અનુષ્ઠાન યોજાયું. આ પૂજન-હવનનો લાભ ગુરુભક્ત પરિવારે લીધેલ. આ નવગ્રહ પૂજનમાં એક-એક ગ્રહનું અષ્ટપ્રકારી પૂજા જેમાં જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ વિગેરે અર્પણ કરી પૂજા કરવામાં આવેલ. ત્યારબાદ નવગ્રહ હવનમાં ૧૦૮ મંત્રો દ્વારા ગોળી, ઘી, ચંદનના લાકડા, તજ, લવીંગ, ઇલાયચી, કપૂર ચૂર્ણ, અબીલ, ગુલાલ, કંકુ, હળદળ, અષ્ટગંધ ચૂર્ણ, સિંદૂર, કાળાધોળાતળ-કાળુંચંદન આદિ દ્રવ્યો મિક્ષ કરી આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટી શાંતિનો પાઠ સાથે નારિયેળનો ગોળો હોમવામાં આવેલ. ત્યારબાદ આરતી વિગેરે થયેલ.
આ પ્રસંગે જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ જૈન પરંપરાના પ્રભાવિત આચાર્યોએ વિશ્વ કલ્યાણ માટે જ મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે તેમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે પારલોકિક એના સાધનો દેવ પૂજા, ગુરુ ઉપાસના, તપ, સંયમ, સ્વાધ્યાય અને દાન વિજ્ઞાન નિર્દેશ કર્યા છે. આ સિવાય મનુષ્યના જન્મકાલીન ગ્રહો ગોચર જન્મ અનિષ્ટોની શાંતિના ઉપાય બતાવેલ છે જન્મલગ્ન અને જન્મ રાશીથી અનિષ્ટ સ્થાનોમાં પડવાના સૂર્યોદય ગ્રહોની દશા અને અંત દશામાં ઉત્પન્ન થવા વાળા અનિષ્ટની શાંતિ માટે તે ગ્રહોના અધિષ્ઠા તીર્થંકરોની વિધિપૂર્વક પુજનનો સુચારું રૂપથી વિધાન કરવું છે જેનાથી ગ્રહજન્ય અનિષ્ટે અંતી શાંતિ અને સુખ સંપત્તિ વિગેરેના લાભ થઈ શકે છે આ કાર્યમાં સૌ પ્રથમ શ્રેષ્ઠ નવકાર મહામંત્ર અને જૈન પરંપરાની લબ્ધ પ્રતિષ્ઠિત ચતુર્દશ પૂર્વધાર શુદ્ધ કેવલ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ પ્રાપ્ત થઈ છે તેમણે ગ્રહશાંતિ સ્તોત્રની રચના કરી માનવ જગત પર મોટો ઉપકાર કર્યો છે જૈન ગ્રસ્તને જોઈને કે તેનું આનુષદપૂર્વક શ્રદ્ધાપૂર્વક સદ ઉપયોગ કરી તથા ગ્રહજન્ય દોષની શાંતિને માટે આ પદ્ધતિથી અનુસાર કરી આશા છે કે સર્વગ્રસ્ત આનાથી અહીં અને પારલોકિક લાભ ઉઠાવો તે અવશ્ય ધ્યાનમાં રાખશો.આ અવસરે પૂ.સાઘ્વીજી અમીવર્ષાશ્રીજી મ.સા પણ પધારેલ. આ પ્રસંગે વસંતભાઈ નાઈ (પાટણ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી) ભાનુમતીબેન મકવાણા (પાટણ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ) મેહુલભાઈ શાહ (અમદાવાદ વાસણા કોર્પોરેટર), કુલદીપભાઈ સંઘવી (ખાદ્ય અને વિતરણ મંત્રાલય-ભારત સરકાર), અરુણાબેન પટેલ (પી.આઈ- પોલીસ શંખેશ્વર), જીગરભાઈ, સંજયભાઈ, વિજયભાઈ,ધીરેનભાઈ, મિલનભાઈ, પંકજભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે શ્રી પાર્શ્વચંદ્રસૂરિ દાદાવાડી ટ્રસ્ટ તરફથી મહેમાનોના બહુમાન કરવામાં આવેલ.સાથે સાથે શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દરેક મહેમાનોને આવકાર આપેલ અને દરેક ની અનુમોદના કરેલ.આ પ્રસંગે મુંબઇ, અમદાવાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા વિગેરેથી ભાવિકો ઉપસ્થિત રહી પૂજન-હવનનો લાભ લીધેલ.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
