News of Friday, 10th October 2025
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખના જન્મદિવસ નિમિતે ૩૫૦ સ્ટાફ મિત્રો માટે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો.
અગાઉ બે વખત હરિદ્વાર, દ્વારકા જેવી યાત્રા કરાવી આ વર્ષે દરેકને તીર્થધામ ૧૨ દિવસની તમામ ખર્ચ સાથેની યાત્રા કરાવી સ્ટાફ મિત્રોને અમુલ્ય ભેટ આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયાનો આજે તા. ૧૦ ના રોજ જન્મદિવસ હોય પી ડી કાંજીયા તેના દરેક જન્મદિવસની ઉજવણી સામાજિક જવાબદારી અને સમાજ કલ્યાણના કાર્યો સાથે કરતા હોય છે તેઓએ જન્મદિવસ બાલ આશ્રમની બાળાઓને બે વખત દત્તક લઈને તેનો શિક્ષણ, કપડા અને પુસ્તક સહિતનો ખર્ચ આપ્યો જેમાં દીકરીઓ નાની હતી તે મોટી થઇ ત્યાં સુધી ખર્ચ આપ્યો હતો.
આજથી ૧૦ વર્ષ પૂર્વ જયારે સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હતું ત્યારે કાંજીયા સરે જન્મદિવસે જીઆઈડીસીથી ચિત્રકૂટ ચોક, નવયુગ વિદ્યાલય સુધીનો વિસ્તાર અને નવયુગ કરિયર એકેડમી રવાપર વિસ્તાર સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો તે આજ સુધી અવિરત ચાલુ છે સમાજ સેવા અને રાષ્ટ્રસેવા સાથે નવયુગ સાથે જોડાયેલા ઓફીસ સ્ટાફ જે ઉમરલાયક છે તેમના હેલ્થને ધ્યાનમાં રાખી રાજકોટની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલમાં ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું આજે પી ડી કાંજીયા સાહેબના જન્મદિવસ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ૩૫૦ જેટલા સ્ટાફ મિત્રો તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરતા ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું
કાંજીયા સરના ધર્મપત્ની નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન કાંજીયાએ પોતાના જન્મદિવસે લીધેલ સંકલ્પ કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓફીસ સ્ટાફ, શિક્ષક/પ્રોફેસર સ્ટાફ ફરવા જતા હોય પણ બિન શૈક્ષણિક સ્ટાફ, વર્ગ ચારના ૮૫ જેટલા કર્મચારીને રજા વેકેશનમાં યાત્રામાં જઈ સકે તેવું કરીએ અને તેવી મનોભાવનાથી અગાઉ બે વખત હરિદ્વાર, દ્વારકા જેવી યાત્રા કરાવી આ વર્ષે દરેકને તીર્થધામ ૧૨ દિવસની તમામ ખર્ચ સાથેની યાત્રા કરાવી સ્ટાફ મિત્રોને અમુલ્ય ભેટ આપી હતી
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
