તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 11th October 2025
કચ્છના મુન્દ્રામાં બોલેરો જીપે બાઇકને હડફેટે પતિ પત્નીના કરૂણ મોતઃ એક મહિલા ગંભીર
જીપ રોંગ સાઈડમાં હતી, મૃતક પતિ અદાણી કંપનીમાં સિકયુરિટી ગાર્ડ, પત્ની જિંદાલ કંપનીમાં કામદાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૧: કચ્છના મુન્દ્રા તાલુકામાં ઉદ્યોગો ના આગમન થી આજુબાજુ વાહનો વધ્યા છે અને જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આજે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ નજીક જિંદાલ કંપનીના ગેટ નંબર ૧ પાસે બોલેરો જીપ એ બાઈક ને ટક્કર મારતા બાઈક પર જતા પતિ પત્ની ને ગંભીર ઈજાઓ થતા કમકમાંટી ભર્યા મળત્યુ થયા હતા.
આ બનાવ બનતા આસપાસના રહેવાસીઓ પસાર થતા લોકો બહોળી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને બોલેરો ચાલક પર ગુસ્સો કરતા જોવા મળ્યા હતા. સ્થળ પર જોતા બોલેરો જીપ ચાલક રોંગ સાઈડમાં ધસી આવી હતી. આ કરુણ અકસ્માત સર્જયો હોવાનું સ્થળ પર જાણવા મળ્યું હતું.
સ્થળ પર બાઈક ભંગાર હાલતમાં જોવા મળી હતી. તેમજ એક થેલી માં શાકભાજી જોવા મળી હતી. તેમજ બાઈક ની બેટરી પણ દૂર પડી હતી.
બોલેરો જીપના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે ઝીરો પોઇન્ટ પોલીસ મથકના કાનાભાઈ રબારી અને નવીનભાઈ ખટાણાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મરણ જનાર હરિસિંહ પ્રતાપ નિનામા ઉંમર ૫૦ અદાણી કંપનીમાં સિકયુરિટી ગાર્ડ જ્યારે તેમના પત્ની કમલાબેન અરવિંદ નિનામા ઉંમર ૪૫ જિંદાલ કંપની માંથી બપોરે સવાચાર વાગ્યે તેમના નાના કપાયા સ્થિત ક્રિષ્ના નગર જતા હતા. ત્યારે સામે થી ધસમસતી આવતી બોલેરો જીપ એ ટક્કર મારી હતી અને પતિ પત્ની ને ગંભીર ઈજાઓ થતા સારવાર પૂર્વે જ મળત્યુ પામ્યા હતા. જ્યારે તેમની સાથે અન્ય મહિલા કળષ્ણાબેન રણભાણસિંહ ઠાકોરને(ઉં.૩૫) ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેમને ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇજાગ્રસ્ત ક્રિષ્નાબેન ઠાકોર પણ જિંદાલ કંપનીમાં કામદાર હતા અને તેઓ અકસ્માતનો ભોગ બનનાર દંપતિના પડોશમાં રહેતા હતા. મરણ જનાર હતભાગી દંપતી પંચમહાલ ના મોડવારા તાલુકા ના સાગવારા ગામના મૂળ વતની હતા. મળતક પતિ પત્ની તેમની પાછળ બે સંતાનો છોડી ગયા હોવાનું પોલીસ એ જણાવ્યું હતું.
મળતક દંપતી ના મળતદેહ મુન્દ્રાની જનરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
આગળ ની તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે. (તસ્વીરઃ રાજ સંઘવી-મુન્દ્રા)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
