<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ ધંધુકા સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાતે

રાજકોટ : રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ)ની મુલાકાતે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના પヘમિ ક્ષેત્ર સહપ્રચારક ચિંતનભાઈ ઉપાધ્‍યાય પધાર્યા હતા. સૌરાષ્‍ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી ઉપરાંત જિલ્લા કાર્યવાહ ખોડીદાસભાઈ પટેલ, ધંધુકા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, શિક્ષણવિદ્‌? અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા) તથા કાર્યકર બંધુઓની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું.

પરિસરમાં સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (જૂનું રેસ્‍ટ-હાઉસ), ઐતિહાસિક લીમડો - મેઘાણી ઓટલો, ચારણ-કન્‍યા વાટિકા (ગીરની વાતો) અને  મેઘાણી સ્‍મળતિ સાંસ્‍કળતિક કેન્‍દ્રને સહુએ રસપૂર્વક નિહાળીને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમજ આઝાદીની લડતમાં એમનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી.

આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા સ્‍થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્‍ટ-હાઉસ ખાતે ત્‍યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં ૧૫ શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી કાવ્‍ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિત હજારોની માનવમેદની અને મેજિસ્‍ટ્રેટ ઇસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણીને બે વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં એમને રખાયા હતા.  સમસ્‍ત ભારતમાં એક માત્ર આ અનન્‍ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્‍વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્‍સો પ્રભાવ પડ્‍યો હતો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત આ ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ અને તેના પરિસરનો ભવ્‍ય સ્‍મળતિ-સ્‍થળ તરીકે વિકાસ કરવામાં આવ્‍યો છે.

આલેખનઃપિનાકી  નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન  (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)(૩પ-૧૮)

(11:36 AM IST)