News of Saturday, 11th October 2025
જસદણ-વિંછીયા તાલુકાના પ્રશ્નોના નિરાકરણ અંગે કુંવરજીભાઈની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૧૧: જસદણ વિછીયા વિધાનસભા મતવિસ્તારના બંને તાલુકાના પ્રશ્નો માટેની સંકલન સમિતિની મીટીંગ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ પ્રાંત કચેરી ખાતે મળી હતી.
આ બેડકમાં ગામતળ નીમ કરવા,સો વાર પ્લોટ વિચરતી વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ આપવા,મકાન બાંધકામ સહાય,સરધાર આટકોટ રસ્તો, આટકોટ, ગોંડલ, ભંડારીયા, બોઘ્રાવદર તાલુકાના માર્ગ મકાન હસ્તકના રસ્તાઓની સમીક્ષા, વીંછીયા,મોઢુકા,જસદણ, આટકોટ સરધાર, સાયલા,કોટડા સાંગાણી પી.જી.વી.સી.એલ. ના સબ ડિવિઝનની કામગીરી ફરિયાદ અંગેની ચર્ચા આરોગ્ય અંગે દવાખાના SDH મા દર્દીઓ તેમજ સુવિધાઓ અંગે સમીક્ષા,ગ્રામ્ય કક્ષા નગરપાલિકા સ્વચ્છતા અંગે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ NFSA કાર્ડ શ્રમિક કાર્ડ ૭૦ વર્ષથી મોટા ઉપરના નાગરિકોની વય વંદના આરોગ્ય કાર્ડ, રાજ્ય સરકારની વિવિધ સહાય અંગે ગ્રામ પંચાયત કચેરી,આંગણવાડી મકાનો, મનરેગા યોજના દ્વારા થતા કામો,રસ્તાના દબાણો, નવી સાયન્સ આર્ટસ કોમર્સ કોલેજ, રમતગમતનું સંકુલ,કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટર્સ, સીમશાળામાં વીજળીકરણ, માધ્યમિક શાળાના મકાનો,વિદ્યાર્થી શિક્ષકોના પ્રશ્નો,મહિલા મંડળો અંગેની તાલીમો,ખેતીવાડીમાં વીજ રીપેરીંગ, ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્યના પ્રશ્નો,બાંધકામમાં PIU કામગીરીની સમીક્ષા, મોઢુકા કમળાપુર માંથી ગુમ થયેલ જન્મ મરણના નોંધણી રજીસ્ટરોની, સિંચાઈના કામ,પીવાના પાણીની વ્યવસ્થા, સલામતીની,ટ્રાફિક સી.સી.ટી.વી.કેમેરા, આઇ.સી.ડી.એસ, ખરાબામાં દબાણ તેમજ રસ્તાઓના દબાણ બંધ કરવા અંગે,નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા,રિવરફ્રન્ટ પુર સરક્ષણ દિવાલ, નદી કાંઠાના દબાણ,પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ અંગેની ખૂબ વિસ્તળત સમગ્ર વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી ઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરી લોકોના પ્રશ્નો સમય મર્યાદામાં ઉકેલ આવે તુ માટે અધિકારીઓને સુચના આપી હતી. આ સંકલન મિટિંગમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ., જિલ્લામાંથી લગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હત
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
