<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ગોંડલમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ વિક્રમ ચોરાણીયાની ધરપકડ

 

તસ્‍વીરમાં દેશી દારૂની ભઠ્ઠીના સાધનો અને પકડાયેલ શખ્‍સ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ :.. ગોંડલ બી ડીવીઝન પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ગોંડલ દ્વારા પ્રોહી. જૂગારની બદીને નેસ્‍ત-નાબુદ કરવા માટે સુચના કરેલ હોય જે સબબ જે. પી. રાવ પોલીસ ઇન્‍સ્‍પેકટર ગોંડલ બી ડીવીઝન તથા સર્વેલન્‍સ સ્‍ટાફે આશાપુરા ચોકડી પાસે ખડીયામાં રહેતો વિક્રમ ધીરૂભાઇ ચારોલીયા પોતાના રહેણાક મકાન પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. તેવી ચોકકસ હકિકત મળતા હકિકત વાળી જગ્‍યાએ રેડ કરી ચાલુ હાલતમાં ભઠ્ઠી પકડી જેમાં દેશી દારૂ લી. પ કિ. રૂા. ૧,૦૦ તથા ઠંડો આથો લી. ૯૦ કિ. રૂા. ૧,૮૦૦ તથા ભઠ્ઠીના સાધનો કિ. રૂા. ર૮૦૦ મળી કુલ મુદામાલ ૬૦પ૦ નો કેસ શોધી કાઢી મજકુર ચાલક વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી બી ડીવીઝનના હીતેશભાઇ ગામી એ. એસ. આઇ., શકિતસિંહ મનુભા પો. હેડ કો. રવિભાઇ ચાવડા પો. હેઙ કો. સુરપાલસિંહ જયદેવસિંહ પો. કો. તથા વિપુલભાઇ મેર પો. કો. દ્વારા કરવામાં આવી હતી. (પ-૧૮)

(11:52 AM IST)