News of Saturday, 11th October 2025
મોરબી વીસીપરામાં બે મિત્રોને બાઇક સહિત સ્કોર્પિયોથી ઉલાળી હુમલો
નિઝામ સાથે સાજીદ, અશરફ સહિતને માથાકુટ હોઇ નિઝામ અને તેના મિત્ર નવઘણ પર ધોકા-પાઇપના ઘાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: મોરબીના સામા કાંઠે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં નવઘણ મનુભાઇ ડુંગરા (ઉ.વ.૨૫) અને તેના મ્ત્રિ નીઝામ કટીયા રાતે બાઇક પર બેસી વીસીપરામાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સાજીદ, અશરફ, નુરમહદ સહિતે સ્કોર્પિયોમાં આવી બંને મિત્રોને બાઇક સહિત સ્કોર્પિયોની ઠોકરે લઇ પછાડી દીધા બાદ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં નવઘણને વધુ ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે મોરબી પોલીસને કરી હતી. નવઘણના કહેવા મુજબ તે કારખાનામાં મજૂરી કરે છે. તેના મિત્ર નિઝામ સાથે સાજીદ, અશરફ સહિતને માથાકુટ ચાલે છે. પોતે રાતે મિત્ર નિઝામને બાઇકમાં બેસાડીને વીસીપીરામાંથી નીકળ્યો ત્યારે સાજીદ સહિતના જોઇ જતાં સ્કોર્પિયો પાછળ દોડાવી બાઇક સહિત ઠોકરે લઇ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
