News of Saturday, 11th October 2025
જૂનાગઢમાં ઘરમાં ઘૂસી શખ્સે યુવાન, તેની માતાને ઢીકાપાટુનો માર માર્યો
માતા, પુત્રને છરી બતાવી ધમકી પણ આપી હોવાની ફરિયાદ આધારે તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :જૂનાગઢમાં પ્રદીપ ટોકીઝ પાસે રહેતા યુવકના ઘરમાં ઘુસી એક શખ્સે વાંક વગર યુવક, તેની માતાને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરમાં પ્રદીપ ટોકીઝ પાસે સત્યમ શેરીમાં રહેતો ૧૮ વર્ષીય યશ સુરેશભાઈ મકવાણા ગુરુવારે રાત્રે ૮ વાગે તેના માતા દયાબેન સાથે ઘરે હતો.
ત્યારે પ્રદીપ ખાડીયા વિસ્તારમાં રહેતો કરણ ઉર્ફ પિન્કી બાબુભાઈ સોમાણીએ ઘરે આવી વગર વાંકે ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને યુવાનને ઘરની અંદરથી ઘસડી બહાર લાવી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તેવામાં યુવકની માતા વચ્ચે પડતા તેના વાળ પકડી નીચે પડતાં તેને પણ ઢીકાપાટુનો માર મારી છરી કાઢી યશને મારવા કરતો હતો તેવામાં પાડોશીએ વચ્ચે પડી વધુ મારથી માતા, પુત્રને છોડાવ્યા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કરણ ઉર્ફ પિન્કી નાસી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ લઈ શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
