<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

પોરબંદરમાં ડ્રેઝીંગના નામે કરોડોની ગેરરીતિ?

નવી બંદરમાં પુષ્‍કળ પ્રમાણમાં ભરાયેલી રેતી કાઢવા કરોડોની રકમ ચૂકવાઈ ગઈ છતાં સ્‍થળ ઉપર કામગીરી જોવા મળતી નથીઃ તપાસ કરીને પગલા લેવા સામાજિક કાર્યકર બાવનભાઈ કાનાભાઈ બાદરશાહીની માંગણી આરટીઆઈની અરજીના જવાબમાં ડ્રેઝીંગ માટે ૨૧ કરોડ ચૂકવાયાનું જણાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧: સુભાષ્‍નગર ખાડી કાંઠાથી નવી બંદર સુધી પુષ્‍કળ પ્રમાણમાં ભરાયેલ રેતી અને કાદવ કાઢવાની ડ્રેઝીંગની કામગીરી માટે તંત્ર દ્વારા કરોડોની રકમ ચૂકવાઈ ગઈ છે, છતાં સ્‍થળ ઉપર ડ્રેઝીંગ નહી થયાનું અને વર્તમાન સમયમાં રેતી-કાદવ ભરાયેલા હોવાનું સામાજીક કાર્યકર બાવનભાઈ કાનાભાઈ બાદરશાહી એ જણાવીને ડ્રેઝીંગ કામગીરી અંગે તપાસ કરીને પગલા લેવા માંગણી કરી છે.

સુભાષ નગર બાપા સીતારામની મઢુલીવાળા વિસ્‍તારમાં ડ્રેઝીંગ થયું હોવાના અહેવાલની સાથે જ સામાજિક કાર્યકર બાવનભાઈ કાનાભાઈ બાદશાહી આરટીઆઈ કરી અનેક વખત માહિતી માગવાના પ્રયાસ કર્યા હતા જેમાં બંદર વિસ્‍તારના નવી બંદર સુધી તમામ પ્રકારનું ડ્રેજીંગ થઈ ગયું છે અને તેમાં ૨૧ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવાઇ ગઇ છે તેવી માહિતી મળતા જ સામાજિક કાર્યકર બાવનભાઈએ સ્‍થળ ચકાસણી કરી હતી, તેમાં ડ્રેઝીંગ હજુ એમને એમ છે અને કોઈ પણ પ્રકારે બોટ નીકળી શકે તેવી પરિસ્‍થિતિ નથી અને ત્‍યાંથી જે કોઈ માછીમાં સમાજની બોટો નીકળી છે તે પલટી મારી ગઈ હતી. બોટમાં મોટું નુકસાન થયું છે આવા અનેક અનેક પ્રકારના નુકસાન માછીમારો સહન કરી રહયા છે, તેમ બાવનભાઈ કાનાભાઈ બાદરશાહીએ જણાવેલ છે.

બંદરમાં હાલ તો આ તમામ બોટ યા કિચન કાદવમાં હોય તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા છે જે ખાડી કાંઠા વિસ્‍તાર અને સમુદ્ર કિનારા સુધી જે ડ્રેઝીંગ કરવાનું હતું તે ડ્રેઝીંગ સુભાષનગર બાપાસીતારામ થી લઈ અને લકડી બંદર સુધી ડ્રેઝીંગ કરવાનું હતું તે ડ્રેઝીંગ થયું જ નથી અને ત્‍યાં આજના દિવસમાં પણ ઓટ ભરતીના સમયમાં કાદવ કિચનનું સામ્રાજ્‍ય જોવા મળે છે ડ્રેઝીંગના મશીનો હાલતમાં પડ્‍યા હોય જેને દાયકાઓ સુધી લાગ્‍યો કાંટ હોય તે પ્રકારે પડતર મશીન જોવા મળ્‍યા હતા આજે પણ ત્‍યાં હજારોની સંખ્‍યામાં નાની અને મોટી બોટો કાદવ કીચડમાં નુકસાન જોવા મળી રહી છે.

માછીમારો સમાજ વિસ્‍તારમાં ડ્રેસીંગના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે? અને વિસ્‍તારની અંદર જે બ્‍લોક પાથરવાના હતા તેમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્‍યો છે? જેને લઇ  ન્‍યાયતંત્રનો સહારો લેવાના પ્રયાસ અને માછીમાર સમાજને ડ્રેઝીંગ ને લઈને ન્‍યાય મળે તે માટે કોર્ટના દરવાજા ખખડાવાની તૈયારી શરૂ કરી કર્યાનું સામાજિક કાર્યકર બાવનભાઈ કાનાભાઈ બાદરશાહીએ જણાવેલ છે. 

(1:13 PM IST)