News of Saturday, 11th October 2025
પતિની બહેને માથુ દબાવતા માઠુ લાગતા પરણિતાનો ઝેર પી આપઘાતઃ મોરબીનો બનાવ

(પ્રવિણ વ્યાસ દ્વાર) મોરબી તા.૧૧: મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું મળતકના પતિની તબિયત સારી ના હતી અને બહેન માથું દબાવતી હોવાથી માઠું લાગી જતા દવા પી લીધાનું ખુલ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા પુનમબેન યોગેશભાઈ ઝાલા (ઉ.વ.૧૯) નામની પરિણીતા ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મળતક પુનમબેનના બે મહિના પૂર્વે પ્રેમલગ્ન થયા હતા
યોગેશભાઈની તબિયત સારીના હોવાથી યોગેશભાઈની સગી બહેન ક્રિષ્ના માથું દબાવતી હતી જેનું માઠું લાગતા પુનમબેન ઘરમાં રહેલ ઉંદર મારવાની જલ્લાદ નામની દવાની બોટલમાંથી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
