<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ખંભાળીયામાં વોર્ડ-૭ માં ડોર ટુ ડોર કચરા કલેકશન રોજના બદલે ચોથા દિવસ થતા લોકોમાં રોષ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧ : પાલીકા દ્વારા ૪ર વ્‍યકિતના સ્‍ટાફને એક તરફ મુકીને તેમને ડોર ટુ ડોર કામગીરીમાંથી બાદ કરીને કરોડોના ખર્ચે ડોર ટુ ડોર કચરો એકઠો કરવા એજન્‍સીને કામ સોંપાયુ પણ આ એજન્‍સી તદન નબળા વહીવટ તથા ટાંચા સાધનોથી કામ કરતુ હોય ડોર ટુ ડોર કચરો રોજ કાઢવા ઉપાડવાનો હોય તેના બદલે વોર્ડ-૭ના રામનાથ સોસાયટી વિસ્‍તારમાં ગત સોમવારે કચરો ઉપાડવા આવ્‍યા પછી ચોથા દિવસે પણ ના આવતા સ્‍થાનીક લોકોએ ફરીયાદ કરતા વોર્ડ-૭ના સદસ્‍યા હિનાબેન આચાર્ય  દ્વારા તાકીદે કોન્‍ટ્રાકટરને પ્રેસર કરીને કચરો કલેકશન કરાવાયો હતો તથા પાલીકા ચીફ ઓફીસર તથા સેનેટરી ઇન્‍સ્‍પેકટરને આ બાબતે ફરીયાદ કરીને કોન્‍ટ્રાકટર સામે પગલાની માંગ પણ કરી હતી.

વોર્ડ ૧ થી ૬ માં રોજ કચરો કલેકશન થાય છે. જયારે વોર્ડ-૭ માં બે દિવસે એક વખત કચરો ઉપાડાય છે. ત્‍યારે ચાર દિવસ સુધી ના આવતા લોકોના ઘરમાં સંગ્રહ કરેલ કચરાના ઢગલા થઇ જતા તથા કચરા પેટી છલકાઇ જતા ગંદકી તથા રોગચાળાની સ્‍થિતિ થાય તેવુ થઇ જતુ હોય તાકીદે ડોર ટુ ડોર કચરા કલેકશન વોર્ડ-૭ માં નિયમીત કરવાની સાથે વાહન બગડે તો વિકલ્‍પમાં વાહનો રાખીને કામ કરવા પણ સુચના કડક આપવા અને પગલા લેવા પણ માંગ કરવામાં આવી છે.

(1:28 PM IST)