News of Saturday, 11th October 2025
દવાનું રિએક્શન આવતા ભાણવડના શિવાગામે બીમાર તરુણનું મૃત્યુ

જામખંભાળિયા, તા.૧૧: શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના ૧૬ વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને જરૂરી બાટલાઓ ચડાવી અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ અંગે આલાભાઈને રિએક્શન આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હમીરભાઈ પરબતભાઈ કનારા (રહે. શિવા ગામ) એ ભાણવડ પોલીસને કરી છે.
સર્પદંશથી પરપ્રાંતિય બાળકનું અપમળત્યુ કલ્યાણપુર તાલુકાનો બનાવ
નગડીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારના રહીશ હરિઓમ માધુ વાસ્કલે નામના સાત વર્ષના બાળકને હાથના કાંડામાં ઝેરી સર્પે દંશ દેતા તેનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મળતકના પિતા માધુ ભૂરા વાસ્કલે (ઉ.વ. ૩૫, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
નીચે પટકાઈ પડેલા યુવાનનું અપમમૃત્યુ રાવલ ગામનો બનાવ
રાવલ ગામે હનુમાનધાર ખાતે રહેતા રણમલભાઈ ઘેલાભાઈ જમોડ નામના ૪૫ વર્ષના યુવાન રાવલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક મંદિર પાસે પહોંચતા તેમણે પોતાનું મોટરસાયકલ એક બાજુ ઊભું રાખી અને નીચે ઉતરીને દુકાને પાણી પીવા ગયા હતા. ત્યારે અચાનક તેઓ અકળ કારણોસર નીચે પટકાઈ પડયા હતા. જેથી તેમને માથાના ભાગે તેમજ આંખના ભાગે ઈજાઓ થતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ બાબુભાઈ ઘેલાભાઈ જમોડ (ઉ.વ. ૪૦, રહે. રાવલ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
દેવળીયા ગામે દારૂની પીવાની ટેવ ધરાવતા યુવાનને હાર્ટ એટેક
તાપી જિલ્લાના નિર્મર ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દેવરીયા (સતાપર) ગામે રહેતા વિનોદભાઈ સુભાષભાઈ ઠાકરે નામના ૪૫ વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય, આ વચ્ચે તેમને ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંજયભાઈ મોહનભાઈ પાડવીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
