News of Saturday, 11th October 2025
જામનગરમાં ઇદેમીલાદના જુલૂસમાં વિવાદાસ્પદ નારાઓ બોલી વિડીયો વાયરલ કરવાના બનાવમાં ૭ શખ્સો સામે ગુન્હો દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. વી.આર.ગામેતી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૦-ર૦રપના દરબારગઢ ગેઈટ પાસે આરોપીઓ મોહસીનખાન સલીમખાન પઠાણ, બીલાલ હાસમભાઈ નોયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી, યુનુસ હારૂનભાઈ કુરેશી, અલ્તાફ શેખ તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ઈદે મીલાદના તહેવારના ઝુલુસ વખતે વિવાદાસ્પદ નારા બોલી મોબાઈલ ફોનમાં વિડિયો બનાવી આ વિડિયો સોશીયલ મીડીયા ઈન્સ્ટ્રાગ્રામ અને ફેસબુક ઉપર મુકી ધર્મ, જાતિ જન્મ સ્થળ નિવાસ ભાષા વિગેરે બોલેલા લખેલા શબ્દો વડે ઈલેકટ્રોનિક સંચાર સાધનો દ્વારા ધર્મ જાતિ નિવાસ ભાષા જ્ઞાતિ કોમના બીજા ગમે તે કારણે જુદા જુદા ધાર્મિક માનવ જાતિય ભાષાકીય પ્રાદેશીક જુથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે દુશ્મનાવટની ધિકકારની અથવા દ્રેશ લાગણીઓને પ્રોત્સાહન આપવાની કોશીશ કરેલ તેમજ સાર્વજનિક બગાડ થાય તેવા કથનો કરી જાહેર જનતામા ભય અને ગભરાહટ પેદા કરવાના આશય મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરેલ છે.
ચપટા સાથે ઝડપાયો
પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અર્જુનસિંહ મજબુતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાયપાસ પર લાલપુર ચોકડી થી ઠેબા ચોકડી જવાના રસ્તા પર આરોપી અજય છગનભાઈ મેથાણીયા એ ઈંગ્લીશ દારૂના ચપટા નંગ-૧, કિંમત રૂ.૧પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જમીન પચાવી પાડતા
સિકકા પોલીસ સ્ટેશનમાં અમીત દામજીભાઈ શાહ, ઉ.વ.પ૭, રે. પંચાવન મીતા કુંજ વિજયનગર જયંત સોસાયટી જામનગર, હાલ અઢાર પેમબ્રુક રોડ, મુરપાર્ક નોર્થવુ એચ.એ. છ બે એચ આર યુ.કે. વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, વસઈ ગામે આરોપીઓ ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી, ખોટુ નામ ધારણ કરનાર અમીતભાઈ દામજીભાઈ શાહ, નવીનભાઈ રામજી ગોરી, યોગેશ કેશવજી શાહ એ ફરીયાદી અમીતભાઈ યુનાઈટેડ કિગ્ડમ મુકામે રહેતા હોય જેનો ફાયદો ફરીયાદી અમીતભાઈ ની ખેતીની જમીન પચાવી પાડવાના ઈરાદે ગુનાહીત કાવતરૂ રચી મોટી રકમનો આર્થીક ફાયદો મેળવવા સારૂ ફરીયાદી અમીતભાઈના નામની ખોટી ઓળખ ઉભી કરી તેમની કિંમત જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી આ બનાવટી નામવાળા માણસોને સબ રજીસ્ટર જામનગર બે ની કચેરીમા તા.૧૧-ર-ર૦રપ ના રોજ રજુ કરી બનાવટી દસ્તાવેજને ખરા તરીકે રજુ કરી ખોટી ઓળખ અને સાક્ષીઓ આપી દસ્તાવેજ નં.૧૬૮૧ ર૦રપ થી બોગસ અને બનાવટી રીતે દસ્તાવેજને રજીસ્ટર કરી લઈ જઈ જમીનને રેવન્યુ રેકર્ડ પર આરોપી ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી ના નામે કરાવી લઈ આ જમીનનો બનાવટી દસ્તાવેજ પોતાના કબ્જામાં રાખી ગુનો કરેલ છે.
દુઃખ ત્રાસ આપ્યાની રાવ
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચેતનાબેન ભાવેશભાઈ ચૌહાણ તે ડો/ઓ. પરબતભાઈ દવેરા, ઉ.વ.ર૯, રે. ઉમરાળા ગામ, એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-૪-ર૦રપ ના ફરીયાદી ચેતનાબેનને આરોપીઓ પતિ-ભાવેશભાઈ ટપુભાઈ ચૌહાણ, સાસુ ડાયબેન ટપુભાઈ ચૌહાણ, રે.હરીપર એ અવાર નવાર ઘરકામ બાબતે તથા રસોઈ આવડતી નથી તેમ કહી મેણા-ટોણા મારી માનસીક દુઃખત્રાસ આપી અવાર-નવાર જેમફાવે તેમ ગાળો આપી મદદગારી કરી ગુનો કરેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
