<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

જામનગરમાં રાણપરીયા પરિવારની ગેંગનો શિકાર બનેલા અને રસ્‍તા પર આવી ગયેલા કોળી પરિવારના ૨૬ સભ્‍યો ન્‍યાય મેળવવા કલેકટર કચેરીએ પહોંચ્‍યા

ગેરકાયદે સરકારી જમીનના પ્‍લોટ પાડી દઈ ગરીબ પરિવારના નાણા પડાવી લેનાર ગેંગ સામે પગલાં લેવા કોળી સેનાની માંગ

  (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૦ :.. જામનગરમાં મારુ કંસારા હોલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જયાં કોળી સમાજના ૨૬ જેટલા પરિવારો વસવાટ કરતા હતા, તેઓને યજ્ઞેશ રતીલાલ રાણપરીયા ની ગેંગ દ્વારા પ્‍લોટ પાડીને સરકારી જગ્‍યામાં ખોટા દસ્‍તાવેજો ના આધારે મકાનો બનાવી દેવાયા હતા, જેના પર તાજેતરમાં ડીમોલેશન કરી દેવાયું હતું, અને તમામ ગરીબ પરિવાર રોડ રસ્‍તા પર આવી ગયા છે.

 ત્‍યારે આજે બીજી વખત જિલ્લા કલેક્‍ટર સમક્ષ તમામ પરિવાર રેલી સ્‍વરૂપે કોળી સેનાના ઙ્કમુખ જીતે શિંગાળા ની આગેવાનીમાં પહોંચ્‍યા હતા, અને પોતાને રાણપરિયા ગેંગ કે જેઓના ત્રાસ માંથી મુક્‍તિ અપાવવા અને તમામ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. ૨૬ જેટલા ગરીબ કોળી પરિવારના સભ્‍યોને યજ્ઞેશ રાણપરીયા ની ગેંગ દ્વારા સરકારી જમીનના ખોટા પુરાવા બનાવી પોતાની જય સરદાર ટ્રેડિંગ કંપની ના નામે જમીન દર્શાવીને તમામ પરિવારો સાથે છેતરપિંડી કરી હતી.

 દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્‍ત તમામ મકાનના દબાણો ગેરકાયદે હોવાનું જણાવીને દૂર કરી નાખ્‍યા હતા, અને તમામ પરિવારો હાલ રોડ પર આવી ગયા છે. જે અંગે અગાઉ પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેને હજુ સુધી ન્‍યાય મળ્‍યો ન હોવાથી આજે ફરીથી તમામ પરિવારો કોળી સેના ના પ્રમુખ જીતેશ શિંગાળા ની રાહબરી હેઠળ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્‍યા હતા, અને પોતાને ન્‍યાય અપાવવા અને રાણપરીયા ગેંગના ત્રાસમાંથી મુક્‍તિ આપવા માંગણી કરી છે.

 હકીકતે આત્‍મહત્‍યા કરવાનો તો અમારો વારો આવ્‍યો છે

 જામનગરના રાણપરીયા પરિવારની ગેંગ નો શિકાર બનેલા ૨૬ જેટલા કોળી પરિવારના સભ્‍યો કે જેઓ હાલ રસ્‍તા પર આવી ગયા છે, અને રાણપરિયા ગેંગના ત્રાસ અને ધાકધમકીથી મુક્‍તિ મેળવવા માટે રક્ષણની પણ માંગણી કરી રહ્યા છે.

 અગાઉ કમિશનર અને કલેકટરને રજુ રજૂઆત કર્યા બાદ આજે ફરીથી કોળી સેનાના પ્રમુખની રાહબરી હેઠળ રજૂઆત કરી છે, અને શહેરમાં હાલ રાણપરીયા પરિવારનો આત્‍મવિલોપન નો વિડીયો ફરી રહ્યો છે. પરંતુ હકીકતે  રાણપરિયા ગેંગ નો ભોગ બનેલા આ કોળી પરિવારના સભ્‍યો, કે જે લોકોએ હકીકતમાં ના છૂટકે આત્‍મહત્‍યા કરવાના વારો આવ્‍યો છે, જે પણ વિડિયો આજે શહેરભરમાં વાયરલ થયો છે, અને અનેક  પીડિતો તેમાં ન્‍યાય માંગી આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે

(1:31 PM IST)