News of Saturday, 11th October 2025
ગોંડલમાં છોકરાઓની તકરારમાં કોમલબેન પર ધોકાવાળી
વચ્ચે પડેલા પિતા ભનાભાઇને પણ ઇજા પહોંચી

રાજકોટ તા. ૧૧: ગોંડલમાં સરકારી હોસ્પિટલ નજીક રહેતાં અને બકાલાનો ધંધો કરતાં કોમલબેન વિજયભાઇ ડાભી (ઉ.વ.૨૩) પર પડોશી સંજય, ધીરૂ સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોમલબેને કહ્યું હતું કે તેના અને પડોશીના છોકરાઓ રમતી વખતે બાખડી પડયા હોઇ આ બાબતે મનદુઃખ રાખી પડોશીએ ધોકાવાળી કરી હતી. જેમાં તેણીના પિતા ભનાભાઇ કાનાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) વચ્ચે પડતાં તેને પણ છરી-પાઇપથી ઇજા પહોંચાડવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
