<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

સાળંગપુરમાં શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી મહારાજનો 177મો વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો : વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામી, પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદથી અને પ.પૂ.સ.ગુ. શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - લોજવાળાની સ્મૃતિમાં આયોજન

પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ,બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી

રાજકોટ તા.૧૧

       શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭ મો  વાર્ષિક પાટોત્સવ તા:11-10-2025ને શનિવારના  રોજ શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને વૃન્દાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં સેવંતીના ફુલોનો દિવ્ય  શણગાર  કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પ.પૂ.પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી  શ્રી લાલજી મહારાજશ્રી દ્વારા  કરવામાં આવી હતી.ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ  બપોરે કરવામાં આવી હતી.

    આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭ મો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં અને પ.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામી, પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદથી અને પ.પૂ.સ.ગુ. શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - લોજવાળાની સ્મૃતિમાં શ્રીકષ્ટભંજનદેવનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૧ના આસો વદ-૫, તારીખ:11-10-2025ને શનિવારના  રોજ ધામધૂમથી  ઉજવાયો હતો. સાથોસાથ મંદિર પાસે આવેલ પ્રસાદીની છત્રીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.

     પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા” નું આયોજન તા. ૦૯-૧૦-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર દરમિયાન  કથા સમય : સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ કલાકે, બપોરે ૪:૦૦ થી ૬:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તા.૯મીના ગુરૂવારે બપોરે ચાર વાગે નિલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી.  સમગ્ર મંદિર-પરિસરને  રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

       આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં ધામેધામથી પધારેલ બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ  સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.

(6:58 PM IST)