<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

મોરબીમાં સોમવારે સાયક્લોથોનની સાથે મેરેથોન પણ યોજાશે, રૂટમાં પણ ફેરફાર..

પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે સાયક્લોથોન અને મેરેથોન.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે 13 ઓક્ટોબર ને સોમવારના રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે મહાનગરપાલિકા દ્વરા હવે સાયક્લોથોનની સાથે મેરેથોનનું પણ આયોજન કરાયું છે. આ સાયક્લોથોન અને મેરેથોનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાગ લેવા માટે હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.

    મોરબી મહાનગરપાલિકા આયોજિત સાયક્લોથોન અને મેરેથોન તારીખ 13 ઓક્ટોબરના રોજ સવારે 7 થી 9 કલાક દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે. આ પહેલા આ સાયક્લોથોન સ્કાયમોલથી શરૂ થવાની હતી પરંતુ રૂટમાં ફેરફાર કર્યા બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે. રજિસ્ટ્રેશન 12 ઓક્ટોબર ને રવિવાર સુધીમાં કરાવી દેવા જણાવ્યું છે. ૨જિસ્ટ્રેશન માટે forms.gle/gJTvGMkiHkRtCxBy8 આ લીંક પર કરીને વિગતો ભરી દેવા જણાવાયું છે.


 

(9:57 PM IST)