<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

સીનસપાટા મારવા દીવના દરિયા કિનારે કાર ચલાવતા ફસાઇ ગઇ

સ્‍થાનિક લોકોએ મહામહેનતે દરીયામાંથી કારને બહાર કાઢી, પોલીસે કાર ચાલક વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી

ઉનાઃ દીવના એક બીચ પર જ્યાં પ્રવાસીઓ દરિયાકિનારે આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પહોંચે છે, ત્યાં એક વિચિત્ર ઘટના બની. દીવના શિવ બીચ પર કાર ફસાઈ જતા હોબાળો મચી ગયો હતો. આ ઘટના ત્યારે બની, જયારે ભાવનગરથી દીવ ફરવા આવેલા ત્રણ મિત્રો તેમની કાર લઈને બીચ પર પહોંચ્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના રહેવાસી સત્યમ શુક્લા નામનો યુવક પોતાના બે મિત્રો સાથે દીવના શિવ બીચ પર ફરવા આવ્યા હતા. નાગવા બીચથી વણાંકબારા રોડ પર આવેલ આ શિવ બીચ પર તેઓ પોતાની થાર કાર લઈને સીધા દરિયાકિનારે પહોંચી ગયા. તેઓ શિવ બીચ ઉપર દરિયામાં થાર કાર લઈને ગયા, ત્યારે કાર રેતીમાં અને દરિયાના પાણીમાં ફસાઈ ગઈ.

સત્યમ શુક્લા નામના યુવકે કાર દરિયામાં ફસાવી, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. પોલીસ અને સ્થાનિક લોકોએ મહામહેનતે કારને દરિયામાંથી બહાર કાઢી. ભારે મહેનત બાદ આખરે કારને દરિયામાંથી બહાર કાઢવામાં સફળતા મળી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસે કારચાલક સત્યમ શુક્લા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 PM IST)