<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

અમરેલીમાં બિસ્માર રોડ રસ્તાઓની સતત ઉઠતી ફરીયાદને લઈ સાંસદ ભરત સુતરીયા અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા એક્શનમાં

રાજુલા – હીંડોરણા – બાઢડા સ્ટેટ હાઇવેનુ અધિકારીઓ સાથે નિરિક્ષણ કર્યું: તાત્કાિલિક અસરથી બિસ્માર રોડ પર પેચવર્કનું કામ શરૂ કરાવ્યુ: બાઢડાથી અમરેલી નેશનલ હાઈવેનું સમારકામ શરૂ કરાયું

અમરેલીમાં બિસ્માર રોડ રસ્તાઓની સતત ઉઠતી ફરીયાદ ને લઈ સાંસદ ભરત સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા એક્શન મોડમાં આવ્યા છે. રાજુલા – હીંડોરણા – બાઢડા સ્ટેટ હાઇવેનુ અધિકારીઓ સાથે નિરિક્ષણ કર્યું હતુ. તાત્કાિલિક અસરથી બિસ્માર રોડ પર પેચવર્કનું કામ શરૂ કરાવ્યુ છે. બાઢડાથી અમરેલી નેશનલ હાઈવેનું સમારકામ શરૂ કરવામાં આવ્યુ છે તાત્કાલિક અસરથી પેચવર્ક શરૂ કરવામાં આવતા વાહનચાલકોને મહદઅંશે રાહત થઈ છે. દિવાળી પર્વમાં વાહન વ્યવહાર પણ વધશે. તાકીદે રોડ રસ્તાઓનું રિપેરીંગ કરવા નેતાઓને સૂચના આપવામાં આવી છે.

(8:14 PM IST)