News of Sunday, 12th October 2025
ભાવનગર શહેરને પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરાઇ
મનપાનાં ટ્રાન્સપોર્ટ વિભાગે જરૂરિયાતો અને ઓટો-રિક્ષાના પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવિત ભાડા માળખું અને રૂટ પ્લાન તૈયાર કરાયા

ભાવનગર શહેરને પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરાઇ છે. ત્યારે મનપાનાં ટ્રાન્સપોર્ટ વિભાગે જરૂરિયાતો અને ઓટો-રિક્ષાના પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવિત ભાડા માળખું અને રૂટ પ્લાન તૈયાર કરાયા છે. આ માટે મનપા સાથે સી.ઇ.પી.ટી યુનિવર્સિટી પણ મનપા સાથે જોડાઇ છે. હાલ 17 રૂટનું વ્યાપક નેટવર્ક તૈયાર કરાયું છે. જેમાં 9 શહેરી અર્બન રૂટ્સ અને 8 ઉપનગરીય અર્બન રૂટસનો સમાવેશ થાય છે. વર્ષોથી શાસકોની નબળાઈથી સિટી બસ સુવિધા ભાવનગરનાં નગરજનોને મળી નથી, જેના લીધે રિક્ષા ચાલકો પણ આડેધડ ભાડા વસુલ કરે છે. હાલ મનપા સામે શહેરીજનોનાં ખીસ્સાને પોસાય તે રીતે આ બસ સેવાને યોગ્ય રીતે ચલાવવાનો પડકાર છે. બસ રૂટનાં માળખા, ભાડા અને રીક્ષા ભાડા અંગે પણ આવશ્યક ફેરફારો કરવા અંગે કમિશનરને અધિકૃત કરી સત્તા સોંપવાની મંજુરી આપવા આગામી તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ મહાનગર પાલિકાની મળનારી સાધારણ સભામાં નિર્ણય લેવાશે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
