<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ભાવનગરમાં ભવ્ય મેગાઇવેન્ટ : નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે ચાર દિવસીય “સેલેસ્ટિયલ સેલીબ્રેશન”

૨૫ થી વધુ ફૂડ સ્ટોલ: ૫૭ ઇવેન્ટમાં કોલેજની ૩૫૦૦ વિધાર્થીનીઓ કલાના ઓજસ પાથરશે :“રીધમ ઓફ યુનિટી” ની વેલકમ થીમથી અતિથીઓનું સ્વાગત કરાશે :સ્પર્ધા પહેલા સ્વચ્છતાના શપથ લેવડાવાશે

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ફિએસ્ટા ૨૦૨૫ ના બેનર હેઠળ તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ થી તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન કોલેજનો યુથ ફેસ્ટીવલ ફિએસ્ટા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. 

 નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર એટલે સર્વાંગી વિકાસનો પર્યાય અભ્યાસ ની સાથે ઈતર પ્રવૃત્તિ થી જ સાચી કેળવણી ના ઉદેશને સાર્થક કરવા કોલેજ દ્વારા વિધાર્થીનીઓ માં રહેલી સુસુપ્ત શક્તિ ને વિકસાવવા અને કૌશલ્ય કળાને ખીલવવા દર વર્ષે કોલેજનો પોતાનો યુથ ફેસ્ટીવલ ફિએસ્ટા યુવા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ ફિએસ્ટા યુવા મહોત્સવ એટલે યુવા થનગનાટ અને ઉત્સાહ સાથેની ઉજવણી અને ઉજાણી આ ચાર દિવસીય ફિએસ્ટામાં મ્યુસીક, ડાન્સિંગ, ફાઈન આર્ટ, ડ્રામા, લિટરેચર, ગ્રાઉન્ડ ગેમ અને ફૂડ ફેસ્ટીવલ જેવી વિવિધ ઇવેન્ટ ની સ્પર્ધામાં પોતાની કલાકૃતિની અભિવ્યક્તિ ની સાથે મુક્ત આનંદ વિધાર્થીની ઓ માણશે. 

 ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને ઉત્સવો નું અનેરું મહત્વ છે. નવરાત્રી એટલે રાસોત્સવ, દિવાળી એટલે દીપોત્સવ, હોળી-ધૂળેટી એટલે રંગોત્સવ પણ યુવા વર્ગની ધડકન એટલે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર નો પોતાનો ફિએસ્ટા યુથ ફેસ્ટીવલ એટલે સર્વોત્સવ. આ મેગા યુથ ફેસ્ટીવલ માં ૩૫૦૦ વિધાર્થીનીઓ ભાગ લેશે અને આ યુથ ફેસ્ટીવલ માં તેના ફીમેલ વાલી ઉપસ્થિત રહેશે.  

 નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા આયોજિત આ યુથ ફેસ્ટીવલ માં સ્પર્ધાની સાથે કોલેજની પરંપરા અનુસાર ત્રણેય દિવસ સમાજ ઉપયોગી મેસેજ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક સ્પર્ધા શરુ થાય તે પૂર્વે સ્વચ્છતા ના શપથ લેવામાં આવશે. વધુમાં આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહેશે. 

 આ યુથ ફેસ્ટીવલ માં ફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા તૈયાર કરાવેલ વિવિધ કોસ્ચ્યુમ અને ગીફ્ટ આઈટમ નો સ્ટોલ પણ રહેશે. જેમાં સેલિંગ ની સાથે કસ્ટમાઈઝ ઓર્ડર પણ લેવામાં આવશે. 

 ફિએસ્ટા ૨૦૨૫ ના બેનર હેઠળ કોલેજનો પોતાનો પ્રથમ ફેસ્ટીવલ યોજાશે. જેમાં ૫૭(સતાવન) ઇવેન્ટ માં ૩૫૦૦ થી વધુ વિધાર્થીનીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લેશે. અને કલાના ઓજસ પાથરશે. 

 આ મેગા ઇવેન્ટ ફિએસ્ટા માં ગ્રુપ ઇવેન્ટ માં લોક નૃત્ય, લઘુ નાટક, ફેશન શો, ફિલ્મી અંતાક્ષરી, ગ્રુપ ડાન્સ, ડીબેટ, એકાંકી(નાટક), લગ્નગીત, ડ્યુએટ ડાન્સ, KBG-કોન બનેગા જ્ઞાની, ડબ્બા દાવ, રસ્સા ખેંચ તેમજ વ્યક્તિગત ઇવેન્ટ માં લોકગીત, એક પાત્રીય અભિનય, રંગોળી, કાર્ટુનીંગ, તત્કાલ ચિત્ર, ભજન, શ્લોક ગાન, કાવ્ય પઠન, તાવડી પેન્ટિંગ, નેઈલ આર્ટ, સોલો ડાન્સ, ગઝલ, કરા ઓકે(બોલીવુડ જલસો), ઈન્સ્ટન્ટ મોબાઈલ ફોટોગ્રાફી, લાઇવ હેર સ્ટાઇલ, આરતીની ડીશ ડેકોરેશન,પોસ્ટર મેકિંગ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, પંજાદાવ, મહેંદી, મિસ NMC, વાર્તા કથન, હાલરડાં ગાન માં વિધાર્થીનીઓએ ભાગ લીધો અને વન મિનીટ માં બલુન બ્લો અપ, ગ્રેવિટી ગેમ, પેન્સિલ ઓન લીપ્સ, વર્લ્ડ વોર -૩, કાંગારું દોડ, જમ્પિંગ ક્વીન, ખાઓગે તો પાઓગે, કાંટા લગા, ફેસ પર બિંદી, સિક્કો કી ખોજ, બિસ્કીટ બેલેન્સ, બુક બેલેન્સ ગેમ, ચંપલ દોડ, ૧૦ કા દમ, દોડા દોડી, મુઠ્ઠીભર ખજાનો, સર્કલ રેસ, પીક ટુથપીકસ, બોલ થ્રુ એલ્બો ચેલેન્જ, બલુન બ્લાસ્ટ, રાઈટ મેચ જેવી ગેમ માં વિધાર્થીનીઓએ ભાગ લીધો છે.    

  સૌરાષ્ટ્ર ના ભાવનગર માં માત્ર એક નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે આ મેગા ઇવેન્ટ નું આયોજન કરવામાં આવે છે. જેમાં વિધાર્થીનીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

 આ ચાર દિવસિય યુવા ઉત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને સાંજે વિધાર્થીનીઓ દ્વારા સંચાલિત ફૂડ ફેસ્ટીવલ યોજવામાં આવશે. જેમાં ખાણીપીણી ની સાથે આ યુવા મહોત્સવ ની મોજ માણશે. 

 આ ફિએસ્ટા-૨૦૨૪ નો તા. ૧૩ ડીસેમ્બર, ૨૦૨૫ ને સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર ના સામાજિક મહિલા અગ્રણી શ્રી મનાલીબેન પટેલ, શ્રી પુજાબેન પંડિત, શ્રી હર્ષાબેન રામૈયા અને શ્રી હેતસ્વીબેન સોમાણી વિશેષ ઉપસ્થિત રહેશે. 

 ઉદઘાટન સમારોહ બાદ ઉપસ્થિત મહાનોભાવોનું વેલકમ ડાન્સ દ્વારા સ્વાગત કરવામાં આવશે. કોલેજમાં યોજાયેલ “ફિયાસ્ટા વેલકમ ઈવેન્ટ” નો મુખ્ય વિષય “રીધમ ઓફ યુનિટી” રહેશે. આ ઇવેન્ટનો હેતુ વિવિધ સંગીત, નૃત્ય અને સંસ્કૃતિના સ્વરૂપો દ્વારા એકતા (Unity) ના ભાવને ઉજવવાનો છે. કોલેજના આઠ વિભાગો — બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. બી.એ., ફેશન ડીઝાઇનીંગ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, એમ.એ., એમ.કોમ. એમ.એસ.ડબલ્યુ., ડી.એન.વાય.એસ. મળીને કુલ ૮ અલગ અલગ થીમ્સ રજૂ કરશે. જેમ કે પાર્ટી, સાંસ્કૃતિક, રેટ્રો, મિત્રતા, સ્ટ્રીટ ડાન્સ, દેશભક્તિ, ટ્રેન્ડિંગ ગીતો અને ફ્યુઝન ઉપર ડાન્સ દ્વારા સ્વાગત કરવામાં આવશે.  

 આ યુવા ઉત્સવમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતે વિજેતા બને તે માટે સઘન તૈયારી કરી રહ્યા છે. આ તમામ સ્પર્ધાનું મૂલ્યાંકન શ્રેષ્ઠ નિર્ણાયકો દ્વારા કરવામાં આવશે. 

 

 

 આ ફિએસ્ટા યુવા ઉત્સવની સાથે કોલેજ ખાતે ત્રણ દિવસ દરમિયાન ફૂડ ફેસ્ટીવલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ થી વધુ સ્ટોલનું સંચાલન કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવશે જેમાં દાબેલી, વડાપાવ, પાણીપુરી, દિલ્હીચાટ, ઈડલી સંભાર, સેન્ડવીચ, પીઝા, પફ, બટેટા ભૂંગળા, ઓળો રોટલો, મસાલા ઓટ્સ, ભેળ, હેલ્ધી સલાડ, તીખી-મીઠી સેન્ડવીચ, કોલ્ડ્રિંકસ જેવી ખાણીપીણી ની અલગ અલગ વસ્તુઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ છે.

 

(8:50 PM IST)