<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

હથિયાર સાથે વિડીયો અપલોડ કર્યો, લાયસન્સ ધારક સહીત બે વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ.

એસઓજી ટીમે વિડીયો અપલોડ કરનાર યુવાન અને હથિયારના લાયસન્સ ધારકને ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો હતો જે ધ્યાને આવતા એસઓજી ટીમે વિડીયો અપલોડ કરનાર યુવાન અને હથિયારના લાયસન્સ ધારકને ઝડપી લઈને હથિયાર તેમજ મોબાઈલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મોરબી એસઓજી ટીમ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્વયે સોશ્યલ મીડિયામાં હથિયાર વાળા વિડીયો અને ફોટો પોસ્ટ કરનાર તેમજ ગેરકાયદે હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન ઈન્સટાગ્રામ આઈડી gordhaniyo_a_k_2697 માં બારબોર હથિયાર સાથેનો વિડીયો અને ફોટો અપલોડ કરેલ હતો જેથી તપાસ કરતા વાંકાનેર સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે મેલડી માતાજી મંદિર પાસેથી ગોરધન વેરશીભાઈ સરાવાડિયા (ઉ.વ.૨૩) વાળો મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા પોતે આજથી એકાદ મહિના પૂર્વે મોબાઈલમાં સંબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળા હથિયારથી અલુભાઈના ઘરે હથિયાર સાથે ફોટો પાડી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યાનું જણાવ્યું હતું.

   જેથી એસઓજી ટીમે આરોપી ગોરધન વેરશી સરાવાડિયા (ઉ.વ.૨૩)  અને અલુભાઈ શામજીભાઈ ઉદેચા (ઉ.વ.૫૫) (રહે બંને સરતાનપર તા. વાંકાનેર વાળા ) ને ઝડપી લઈને એક બારબોર હથિયાર કીમત રૂ ૧૫,૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને રૂ ૨૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ ચલાવી છે.


 

(12:20 AM IST)