News of Monday, 13th October 2025
અંજાર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ: ૫ લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો
આરોપીએ ફરીયાદી સાથે થયેલ ચીલઝડપ ના ગુના કામે સોનાના દાગીના (સોનાની ચેન-૦૧(૧૨ ગ્રામ)જેની કિ.રૂ. ૧,૨૨,૦૦૦/-) આરોપી પાસેથી રીકવર કર્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન તેમજ ગુન્હા કામે રીકવર કરેલ સોનાના દાગીના મુળ માલીકને પોલીસે પરત સોંપ્યા હતા.
પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલે સી.ડી.આર તથા સી.ઈ.આઈ.આર. પોર્ટલના માધ્યમથી પોલીસ સ્ટાફના સ્ટાફ સાથે સી.ડી.આર. એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટ.આર. માધ્યથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ-૨૦ (જેની કિ.રુ.૪,૨૦,૦૦૦/-) શોધી કાઢી તેમજ અંજાર પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં.૦૧૩૫/૨૦૧૬ મુજબના કામે આરોપીએ ફરીયાદી સાથે થયેલ ચીલઝડપ ના ગુના કામે સોનાના દાગીના (સોનાની ચેન-૦૧(૧૨ ગ્રામ)જેની કિ.રૂ. ૧,૨૨,૦૦૦/-) આરોપી પાસેથી રીકવર કર્યા હતા. જે મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજ કો અર્પણ' નુ આયોજન કરેલ હોય સદર જગ્યાએ મુળ માલીક/અરજદારશ્રીઓને મોબાઈલ ફોન તથા સોનાના દાગીના પોલીસ ઇન્સપકેટર એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓના હસ્તે સુપ્રત ક૨વામાં આવેલ
ઉપરોકત સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર . એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર જે.એસ.ચુડાસમા તથા વાય.પી.ગોહિલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
