<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ટંકારાના વીરપરમાં હલર મશીનમાં હાથ આવી જતાં ૨૩ વર્ષના નીતિનનું મોત

રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મૃત્‍યુથી મકવાણા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૩: ટંકારાના વીરપર ગામે રહેતાં યુવાનનું વાડીએ કામ કરતી વખતે હલર મશીનમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. આ યુવાન માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ દિકરો હતો.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ વીરપર ગામે રહેતો નીતિન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.૨૩) શનીવારે વાડીએ હતો ત્‍યારે હલર મશીનમાં કામ કરતો હતો ત્‍યારે હાથ આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર નીતિન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને ખેતી કામમાં માતા-પિતાને મદદ કરતો હતો. ખાનગી હોસ્‍પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પ્રાથમિક કાર્યવાહી કરી ટંકારા પોલીસને જાણ કરાઇ હતી. યુવાન અને આધારસ્‍તંભ દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. 

(11:27 AM IST)