<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

વાંકાનેરમાં કરિયાણાની દૂકાને ઉભેલા શખ્‍સને થોડા દૂર ખસવાનું કહેતાં પિતા-પુત્ર પર હુમલો

ચીનાભાઇ કડીવાલ અને વિષ્‍ણુને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના નવાપરામાં રહેતાં યુવાન અને તેના પિતા પર ગામના જ શખ્‍સોએ લાકડીથી હુમલો કરી માર મારતાં બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

વાંકાનેર નવાપરામાં રહેતો વિષ્‍ણુ ચીનાભાઇ કડીવાલ (ઉ.વ.૨૫) ઘર પાસે હતો ત્‍યારે દેવાંગ, મનોજ, જાદવ સહિતે ઝઘડો કરી લાકડીથી હુમલો કરી બેફામ માર મારતાં તેના પિતા ચીનાભાઇ જેમાભાઇ કડીવાલ (ઉ.વ.૬૫) વચ્‍ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

વિષ્‍ણુ અને તેના પિતા ચીનાભાઇ છુટક મજૂરી કરે છે. વિષ્‍ણુએ જણાવ્‍યું હતું કે હું ઘર પાસે કરીયાણાની દૂકાને વસ્‍તુ લેવા ગયો ત્‍યારે દૂકાને દેવાંગ હાથ આડો રાખીને ઉભો હોઇ તેને જરા દૂર ખસવાનું કહેતાં બોલાચાલી કરી ગાળો દીધી હતી. આ પછી પોતે ઘરે જતો રહ્યો હતો. બાદમાં દેવાંગ સહિતનાએ ઘર પાસે આવી લાકડીથી હુમલો કર્યો હતો.

(11:31 AM IST)