<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જોડીયાના જીરાગઢમાં ૮૦ વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસીને લૂંટ

મોં દબાવી કાનમાંથી ૨૪ હજારની સોનાની બુટ્ટી ઝૂંટવી, ત્રણ અજાણ્‍યા ઈસમો સામે ગુનો દાખલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩: જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં વયોવળદ્ધ મહિલાને નિશાન બનાવીને લૂંટ ચલાવવામાં આવતા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તારીખ ૦૮/૧૦ બુધવાર ના વહેલી સવારે ૨:૦૦ વાગ્‍યાની આસપાસ આ બનાવ બન્‍યો હતો, જેની ફરિયાદ જોડિયા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસ વિગતો માહિતી મુજબ, જીરાગઢ ગામે રહેતા ૮૦ વર્ષીય રંભાબેન પરબતભાઇ ચોટલીયા પોતાના મકાનમાં સૂતા હતા. તે દરમિયાન અંદાજે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્‍યા ઈસમો (બે પુરુષ અને એકસ્ત્રી) અચાનક તેમના ઘરનો દરવાજાને પાટુ મારી તોડીને અંદર ઘૂસી આવ્‍યા હતા. મોંઢુ દબાવીને કાનમાંથી બુટ્ટીની લૂંટ ઈસમોએ વળદ્ધા રંભાબેનના હાથ-પગ પકડી રાખી તેમનું મોં દબાવી દીધું હતું. આ દરમિયાન અજાણી મહિલાએ રંભાબેનના કાનમાં પહેરેલી સોનાની બે બુટ્ટી (અંદાજે ૬ ગ્રામ વજન, કિંમત રૂ. ૨૪,૦૦૦/-) ની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગેની ફરિયાદ તારીખ ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ જોડિયા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્‍યા ત્રણ ઈસમો વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૩૦૯(૬), ૫૪ અને ૩૩૨(બી) હેઠળ લૂંટ અને અન્‍ય ગુનાઓ દાખલ કર્યા છે. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.એસ. રાજપૂત દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે, અને આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.(૨.૧૨)

(11:58 AM IST)