News of Monday, 13th October 2025
રાત્રે-સવારે ઠંડીના ચમકારા સાથે શિયાળાનું આગમન
જો કે હજુ બપોરના સમયે ગરમીની અસર સાથે સર્વત્ર મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે શિયાળાનું આગમન થયુ છે. જો કે બપોરના સમયે ગરમી યથાવત રહેતા મિશ્ર હવામાન છવાયેલુ રહે છે.સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે જે ઙ્કકારે ચોમાસુ સિઝનના છેલ્લા ચરણમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી એ જ રીતે શિયાળાનું પણ વહેલું આગમન થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યારથી જ ક રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે. ત વર્ષો પહેલા દિવાળી સમયથી જ ઠંડીની ૧ શરૂઆત થતી હતી તે ક્રમ ફરી આવ્યો ૫ હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. શહેરમાં ૧ દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચે ૧૩ ૧ ડિગ્રી જેટલો તફાવત રહેતા બેવડી ઋતુનો ૧ અહેસાસ થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે લઘુતમ તાપમાન ૫ ડિગ્રી જેટલું નીચું નોંધાઈ રહ્યું છે. ગત વર્ષે અમદાવાદ સહિતના મોટાભાગના શહેરમાં આ સમયે એટલે કે, ૧૨ ઓક્ટોબરના રોજ લઘુતમ તાપમાન ૨૫થી ૨૬ ડિગ્રી સુધી નોંધાયું હતું, જે અત્યારે ૨૦થી ૨૧ ડિગ્રી નોંધાઈ રહ્યું છે.
જેના લીધે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. મહત્ત્વની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો વહેલો આવી ગયો છે. ગત વર્ષે આ સમયે રાત્રે પણ ગરમીનો વર્તારો રહેતો હતો. ગત-૧૨-ઓક્ટોબરના રોજ નોંધાયેલા તાપમાનના આંકડાઓ મહત્તમ તાપમાન ૩૧ ૭ ડિગી અને લઘુતમ તાપમાન ૫દવિણી ત્રોંધાયુક આવી જ રીતે કશામા ૨૫.૩ ગાંધીનગરમાં ૨૫.૫ અને ભૂજનું લયુતમ તાપમાન ૨૭.૧ ડિગ્રી નોંધાયું હતું
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.પ, મહત્તમ તાપમાન ૩ર.પ, ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતિ કિ. ૪.૭ મી. રહી હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
